________________ 584 ધન્યકુમાર ચરિત્ર. પ્રિયશિર રજ રડે, વેશ પાડે ખભેડે, વિલગે જેહની કેડે, તેનું નામ ફેડે.' ના कः कोपः का प्रीति-नटविटपुरुषहतासु वेश्याम् / रजकशिलातलसदृशं, यासां वदमं च जघनं च // 1 // “જે વેશ્યાઓનું મુખ અને જઘન બેબીના શિલાતલ જેવું એટલે સર્વ કઈ વાપરે તેવું છે. તેવી વેશ્યાઓ કે જેને નટવીટ પુરૂષે પણ તુચ્છકારે છે તેની ઉપર શે કોપ અને શી પ્રીતિ ? આ પ્રમાણે વિચારતે તે પિતાનેજ વારંવાર નિંદવા લાગ્યો અને કહેવા લાગ્યો કે “હું શાસ્ત્રને અભ્યાસી છતાં પણ મૂર્ખ જડની માફક આનાથી ઠગા. આ પાપીણને માટે વૃદ્ધ-સેવવા લાયક માતા પિતાની સેવા પણ ન કરી, નિર્લજજ થઈને વ્યવહાર પણ છોડી દીધે, કેવળ હું અપયશને જ ભાજન થયે, હવે કેવી રીતે શાહુકારની વચ્ચે હું હેડું દેખાડીશ?” આ પ્રમાણે પોતાનું અજ્ઞાન વારંવાર સ્મરતે અને શ્રીપતિના ઘરની પૃછા કરતે તે ઘેર આવ્યું. ઘર શિથિલ થઈ ગયેલું અને પડી ગયેલું દેખાયું અને પાડોશી પાસેથી માબાપના મૃત્યુ પામ્યાના ખબર સાંભળ્યા તે સાંભળીને તે અત્યંત ખેદ પામ્યો અને ઉદાસીન મનવાળા થઈને ઘરમાં ગમે ત્યાં આગળ એક ખુણામાં માંચી ઉપર બેઠેલી પિતાની પત્નીને સુતર કાંતતી તેણે જોઈ; કારણ કે પ્રિય પતિથી ત્યજાયેલી અબળાઓની તેના ઉપર આજીવિકા હેય છે. પછી તેણીએ પણ તેને જોઈને અનુમાનથી પોતાના પતિ તરીકે ઓળખ્યા. કુળવંતી સ્ત્રીના લક્ષણ આ પ્રમાણે કહેલ છે. प्रहृष्टमानसा नित्यं, स्थानमानविचक्षणा। मतुः प्रीतिकरा नित्य, सा नारी न परा परा // 1 // 1 ધળ નાખે. 2 અપમાન કરે. 3 જેની પાછળ લાગે. 4 નાશ કરે.