________________ નવમ પવિ. 588 પછી તે જુગટીઆઓએ કુમારને કહ્યું કે-“કુમાર ! આ વેશ્યા અતિશય આગ્રહ કરે છે તે આજે રાત્રિ અહીં જ રહે. તમારા વિયેગથી દુઃખી થતી આને દુઃખ દેવું ગ્ય નથી. સવારે પાછા અમે આવશું.” કુમારે કહ્યું કે “ભલે ! તમે જાઓ, હું અહીં જ રહીશ.” પછી તે જુગટીઆઓ બધા કુમારને પ્રણામ કરીને શ્રેણીને ઘેર ગયા, અને તે દંપતીને વધામણી આપી કે–“સ્વામિન ! આપનું કાર્ય થયું છે. આપને પુત્ર રછાથી જ કામપતાકાને ઘેર રહ્યો છે. તેને કામભેગની અતિ તીવ્ર વાસના થઈ છે, તેથી કેટલાક દિવસ સુધી ત્યાંજ રાખજો.” તે સાંભળીને શેઠે તેમને ઘણું દ્રવ્ય આપીને વિસર્જન કર્યા. સુખમાં લીન થયેલ કુમાર વિશ્વાને ઘેર જ રહ્યો. રાત્રે વેવ્યા અને કુમારે વિવિધ પ્રકારનાં ભોગ ભેગવ્યા અને વિષય ભાગમાં આખી રાત્રીનું જાગરણ કર્યું; પાછલી રાત્રે નિદ્રાવશે થયા. પ્રભાતની નિદ્રા અતિશય મીઠી લાગે છે, તેથી ચાર ઘડી દિવસ ચઢ્યો ત્યારે તે બંને ઉંઘમાંથી ઉઠ્યા. કુમાર દેહચિંતાદિ કાર્યો કરીને આળસથી ભરેલા શરીરવડે ગેખમાં બેઠા હતા, અને આવાસની આસપાસ રહેલ વાડીમાંના પુષ્પાદિક જેતે હવે, તેટલામાં તે વેશ્યા સુંદર ઝારીમાં શુદ્ધ પાણી અને દાતણ લાવી, અને કુમારની પાસે આવીને બેલી કે–“સ્વામિન્ ! દાતણ કરે.” તે પ્રમાણે સ્મિતપૂર્વક બેલીને તે આગળ ઉભી રહી. તેને વામાં કુમારની માતાએ ઘરના નેકરને તેની તપાસ કરવા મેક તેણે ત્યાં આવીને ખુશી સમાચાર પૂછયા અને કહ્યું કેકાંઈ દ્રવ્યાદિકને ખપ હેય તે લાવી આપું.” કુમારે કહ્યું કે જ્યાં સુધી હું અહીં રહું ત્યાં સુધી તારે હમેશાં સે સેનામહેર આપી જવી. " સેવકે જઇને તે વાત માતાને જણાવી. તેણીએ