________________ 588 ધન્યકુમાર ચરિત્ર. શતપાકાદિ તેલવડે અભંગ કરાવી, સુગંધી ઉષ્ણ જળવડે - શ્યાએ તેને સ્નાન કરાવ્યું, અને ચંદનાદિકવડે તેને વિલેપન કરીને ભવ્ય વસ્ત્ર અને અલંકારવડે શોભાવી ભેજન માટે બેસા ડ્યો. દુરદરિકા જુગટીઆ પણ જરા દૂર જમવા બેઠા, વેશ્યા પણ કુમારની સામે બેઠી; પછી કુમારે જુદા જુદા સંરકારવાળી જુદા જુદા રસ અને સ્વાદવાળી રસોઈ વશ્યાની સાથે આનંદથી ખાધી. જુગટીઆઓ પણ સાથે જમ્યા. પછી ફરીથી ચિત્રશાળામાં આવીને બેઠા, તે સર્વે પણ સાથે આવ્યા. પછી તે વેશ્યાએ વિવિધ પ્રકારના માદક દ્રવ્યોથી ભરેલા તાંબુળના બીડા યથાયોગ્ય તે સવને આપ્યા, તે સમયે સાંજ પણ પડવા આવી. પછી તેઓએ કુમારના ચિત્તની પરીક્ષા કરવા માટે કહ્યું કે–“રવામિન ! દિવસનો અંત આવે છે, સાંજ પડી છે. " આ વચન કુમારના કર્ણમાં તપાવેલ સીસું રેડે તેવા લાગ્યા. કુમારે તે સાંભળીને ઉદાસ મુખ કર્યું, અને કાંઈ ઉત્તર દીધે નહિ. તેઓએ જાણ્યું કે-“આપણે જે કહ્યું તે કુમારને પ્રતિકૂળ લાગ્યું છે, તેથી હમણા તેને અહીં રાખીને જ આપણે જઈએ.” પછી તેઓએ વેશ્યાને કહ્યું કે–કુમારનું ચિત્ત તે તે એક જ દિવસમાં વશ કર્યું. હવે તું વિચારીને તેને વિજ્ઞપ્તિ કરીને અહીં જ રાખજે, અમે જઈએ છીએ.” પછી તેઓ ફરીથી પણ કુમારને ઘેર જવાને અવસર થવાનું જણાવવા લાગ્યા. તે વખતે તે વેશ્યાએ ત્યાં આવીને આક્રોશપૂર્વક કહ્યું કે-“કુમાર તે અહીં જ રહેશે, શું તમે મને મારી નાખવાને તત્પર થયા છો? હવે તે માટે કુમાર વિના એક ક્ષણ માત્ર પણ ચાલશે નહિ, તેથી તમે બધા ચાલ્યા જાઓ. આ તે મારા જીવનહાર–પ્રાણધાર છે, કુમાર કદાપિ તમારા કહેવાથી તમારી સાથે આવવાનું મન કરે, પરંતુ હું જવા કેમ દઇશ?”