________________ નવમ પડાવ. 577 આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કર્યા કરે છે; પરંતુ ગૃહસ્થને કાંઈ એક ધર્મવર્ગ સાધવાથી ગૃહસ્થ ધર્મને નિર્વાહ થઈ શકતું નથી, ગુરૂએ પણ ગૃહસ્થને ત્રણે વગ સાધવાના કહ્યા છે. માટે તમે નિપુણ છે, શાસ્ત્ર અભ્યાસના મિષથી તમે તેની પાસે રહે; પછી યંગ્ય અવસરે અનુકૂળ વાર્તાઓ વિગેરે કહીને તેનું ચિત્ત આકર્લી વનઉપવનમાં લઈ જવામાં–રાગરંગાદિ સાંભળવામાં તેને રસિક બનાવે. તેને સર્વ શાસ્ત્રને બહુ સારી રીતે પરિચય છે, તેથી જે જે સ્થળે તેને લઈ જશે, ત્યાં ત્યાં તેનું ચિત્ત હાદ ગ્રહણ કરીને નિપુણ હોવાથી આનંદ અનુભવશે. વળી તમે તમારી કળામાં ઘણું કુશળ છે. વિશેષ શું કહું? આજથી ધર્મદત્તને તમારા હાથમાં સેપું છું. કોઈ પણ પ્રકારથી તેને ભોગરસિક કરજે. દ્રવ્યના ખર્ચની ચિંતા ન કરવી, તે બધે અર્થ હું આપીશ.” આ પ્રમાણેનાં શ્રેણીનાં વચન સાંભળીને તે જુગારીઓ બહુ આનંદ પામ્યા. “બાવતું હતું ને વૈધે કીધું'તે ન્યાયથી તેઓને ઇચ્છિત મળ્યું; પછી તેઓ પરસ્પર વિચાર કરવા લાગ્યા કે આપણે આ કુમારને સમસ્ત કળાઓમાં પ્રવીણ એવી વેશ્યાના ઘરમાં લઈ જઈએ; તે આને શ્રેષ્ઠીપુત્ર જાણીને તેના ચિત્તનું રંજન કરવા માટે પોતાની કળા દેખાડશે. તે વખતે આપણને પણ પારકા દ્રવ્યવડે અપૂર્વ અપૂર્વ કૌતુકે જેવાને પ્રસંગ મળશે. દ્રવ્ય વ્યય તે આ શ્રેણીને થશે. આપણે તે મનુષ્યત્વ પામીને તેના ફળે ગ્રહણ કરીશું. વળી આપણ ખાનપાનાદિક તે આપણા ચિત્તને અનુકૂળ આવે તેવો પ્રબંધ તે શ્રેષ્ઠી પાસે કરાવશું. મહાનિધિ આપણા હાથમાં આવ્યું છે. તેમાં કાંઈ શંકા કરવા જેવું નથી.” આ પ્રમાણે પરસ્પર વિચાર કરીને શેકીને હુકમ મેળ 73