________________ 16 ધન્યકુમાર ચરિત્ર. પદાર્થના ગુણદોષના પ્રબળપણાને લીધે તેના સંસર્ગને મળતા ગુણવાળે મનુષ્ય થાય છે. તેમાં તાપસે અને ભીલે લીધેલ શુક. યુગળ ઉદાહરણરૂપ છે. માટે આપણે સન્માર્ગગામી પુત્ર કુમાર્ગગામી થશે, કારણ કે કુસંગતિથી ઉત્પન્ન થયેલ દેષ દૂર કરવાને કોઈ પણ સમર્થ થઈ શક્યું નથી. આ પ્રમાણે શ્રેષ્ઠીએ ઘણી રીતે તેને શીખામણ આપી સમજાવી, પરંતુ સ્ત્રીની તુછ મતિ હેવાથી તથા તેવી જ ભવિતવ્યતાના યેગથી શેઠાણુએ તે માન્યું નહિ. તે વારંવાર તેની તેજ પ્રેરણા કરવા લાગી. તેના બહુ આ ગ્રહથી શેડનું ચિત્ત પણ આખરે ભરમાયું. કહ્યું છે કે - जे गिरुया गंभीर थीर, मोटा जेह मरट्ट, महिला ते विभमाडिया, जिम कर धरिय घरट्ट // 1 // रे रे यन्त्रक मा रोदी, कं कं न भ्रामयन्त्यमूः। भुवःप्रक्षेपमात्रेण, कराकृष्टस्य का कथा ? // 2 // જેઓ ગિરૂઆ, ગંભીર, સ્થિર, મેટા અને મરડવાળા હેય તેઓને પણ હાથમાં રાખેલી ઘંટીની માફક સ્ત્રીઓ ભાડે છે.” “અરે યંત્ર ! તું રૂદન કર નહિ. માત્ર આંખના પ્રક્ષેપમાત્રથી પણ સ્ત્રીઓએ કોને કોને ભાડેલા નથી? તે પછી હાથે ખેચે તેને જમાવવામાં તે શું કહેવું? પછી શેઠાણીના અતિ આગ્રહથી શેઠે જુગારીઓને બેલાવીને કહ્યું કે-“આ મારે પુત્ર મુનિરાજની સેબતથી માત્ર ધમશાસ્ત્રનું શ્રવણ, પઠન, પાઠન, પરાવર્તનાદિકમાં જ કાળ ગુમાવેછે, પરંતુ ખાનપાન, કૌતુક જેવા, સ્ત્રી સાથે વિલાસ ભોગવવા, વસ્ત્રાભૂષણ પહેરવા, વન-ઉપવનમાં જવું, ઉત્તમ રામવાળા ગાયને સાંભળવા વિગેરે સાંસારિક સુખ લેશમાત્ર પણ જાણતા નથી. 1 કુવામાંથી પાણી ખેંચવાને રેટ