________________ નવમ પક્ષવ. 565 दुर्बलानामनायानां, बालवृद्धतपस्विनाम् // पिशुनैः परिभूतानां, सर्वेषां पार्थिवो गतिः॥१॥ દુર્બળ, અનાથ, બાળ, વૃદ્ધ, તપવી અને હરામખેરેથી ઠગાયેલા સર્વેની ગતિ-સર્વેના રક્ષણનું સ્થળ રાજા છે.” આ કારણથી જે કેઈ અતિ દુઃખ કે સંકટમાં પડેલ હોય તે મારી પાસે જ આવે, બીજે કયાં જાય?” આમ વિચારીને ભ્રકુટીની સંજ્ઞાવડે પ્રતિહારીને તેને અંદર આવવા દેવાની રજા આપી. પ્રતિહારીને આજ્ઞા મળવાથી મૂળદ્વાર પાસે ઉભેલા માણસને તેણે કહ્યું કે-“તમે અંદર જાઓ.” તે પણરજા મળવાથી રાજસભામાં આવીને નભરકારપૂર્વક પ્રથમની જેમજ પિકાર ક. રવા લાગ્યું. ત્યારે રાજાએ કહ્યું કે–“અરે દુઃખિત માણસ! તું સ્વસ્થ થઈને તારૂં દુઃખ નિવેદન કર. શું તારૂં કાંઈ ગયું છે? અથવા કેઈ દુષ્ટ તારો પરાભવ કર્યો છે? અથવા ખાતર પાડીને લુંટારાઓએ તારું સર્વસ્વ લુંટી લીધું છે? અથવા રસ્તે આવતાં તારૂં દ્રવ્ય ચેરેએ એરી લીધું છે? અથવા તારા ઘરમાં રહેલા કોઇ ઘરના જ માણસે અતિ પ્રિય એવું તારું આજીવિકાદ્રવ્ય વિશ્વાસઘાત કરીને હરણ કરી લીધું છે ? આ દુઃખમાંથી તને શું દુઃખ આવી પડ્યું છે કે જેથી તું પિકાર કરે છે તે કહે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળીને તે બોલ્યા કે– “દેવ ! આજે રાત્રે મારે સુવર્ણપુરૂષ ચરાણે છે. હવે હું શું કરું? કોણે તે હરી લીધે તે હું જાણતા નથી. કોની પાસે જાઉં? તેથી પુન્યના નિધાન એવા મહારાજાની પાસે તે કહેવાને આવ્યો છું. કહ્યું છે કે-આ પૃથ્વીતળમાં કૃપાળુ રાજા પાંચમા કપાળ છે, દૈવથી પરાભવ પામેલા એવા મને તમારું જ છેરણ છે.” રાજાએ તેનું કૃશાંગ અને મલિન વચ્ચે જઈને કહ્યું કે