________________ 542 ધન્યકુમાર ચરિત્ર. હેવું? તે તે પરમ પુણ્યના ઉદયને સૂચવનાર અને સકળ ઇચ્છિત આપનાર થાય છે તે હું જાણું છું. પણ આ મારે શાલિભદ્ર રાજસભાને વ્યવહાર જાણતા નથી. તે કોઈ દિવસ રાજસભામાં ગયો નથી. રાજસભામાં છત્રીસ રાજકુળનાં માણસો હોય છે, તે માં આ શાલિભદ્ર જાણતા નથી કે પહેલાં કોને નમવું? પછી કોને નમવું? વળી રાજસભામાં આમ બોલાય, આમ ન બેલાય, અહીં બેસાય, અહીં ન બેસાય, તેવું કાંઈ પણ તે જાણ નથી. વળી ત્યાં ઘણા ધનવંત શ્રેષ્ઠીઓ, ઘણા મંત્રીઓ, ઘણા ઉત્તમ કુ વાળા ક્ષત્રિયે બેઠા હોય છે, તેમાં આગળ બેઠેલા કોણ? પાછળ બેઠેલા કોણ? દક્ષિણ દિશામાં બેઠેલા કેણ મોટાણીનાના કોણ? તેમની વચ્ચે કેવી રીતે બેસવું ? આ સર્વને અભ્યાસ નહિ હેવાથી ભારે શાલિભદ્ર તેવું કાંઈ જાણતું નથી, તેથી ત્યાં આ વીને તે પ્રશંસનીય કેવી રીતે થાય ? મહારાજાની કૃપાથી આજસુધીમાં એક ઘડી માત્ર પણ પરતંત્રપણામાં તે રહેલે નથી. વળી રાજદ્વારે આવવા માં જ એક હજાર કેશ જવામાં થાય તેટલે તેને પરિશ્રમ થશે, તેથી જો સેવક ઉપર મહારાજાની મહેબાની હોય, “મારે સેવક ક્ષણ માત્ર પણ દુઃખી ન થાઓ એવી મેટી કૃપા મહારાજાની હોય, તે સેવકની માનવૃદ્ધિ માટે તેઓ પિતેજ શ્રમ લઈને અહીં પધારે અને પિતાના ચરણની સ્થાપનાવડે આ સેવકનું ઘર પવિત્ર કરે. તેમ થશે તે જ અમારા બધા મને સંપૂર્ણ થશે. અને આ સેવક સર્વે શ્રેષ્ઠીઓમાં વિશેષ પ્રશંસનીય થશે. સ્વામીના માત્ર ચાર ઘડીના શ્રમ માત્રથી જ આ સેવકને બહુ સુખ પ્રાપ્ત થશે અને તેના માનની વૃદ્ધિ થશે. આ મેં વિનંતિ કરી છે તે આપની કૃપાવડેજ પાર પડશે; નહિ તે પાર નહિ પડે; કારણ કે રાજાએ તે મંત્રીને જ આધીન હોય છે. આ