________________ 496 ધન્યકુમાર ચરિત્ર. અધિક લાભ માનતા હતા, જેના ઘરેથી તેઓ આહાર નહેતા ગ્રહણ કરતા, તેઓ અતિશય ખેદ કરતા અને આત્માને નિંદતા સતા બેલતા હતા કે–અહીં અમે નિભંગીમાં શેખર છીએ કે જેથી મુનિમહારાજ અમારે ઘેર પધાર્યા નહિ અને આવ્યા તેપણ અમે વહેરાવ્યું તે લીધું નહિ.” આ પ્રમાણે વારંવાર પશ્ચાત્તાપ કરતા હતા. તે સર્વ દુર્ગતપતાકા જેતે અને વિચારતા કે“અહો ! આ મહાપુરૂષે પરમ નિઃસ્પૃહી છે, કારણકે આવા મેટા શેઠીઆઓ બહુમાન વડે આપે છે તે પણ મહા સ્વાદીષ્ટ એવા મેદકે પણ ગ્રહણ કરતા નથી, અને કેઈને ઘેરથી રૂક્ષ, લુખે તથા નિરસ આહાર વહેરે છે. તેમને અવતાર ધન્ય છે, અને આ દાનરસિક ગૃહરને પણ ધન્ય છે કે જેઓ પિતાને ખાવા ગ્ય વરંતુઓ વહેરાવીને આવા સત્પાત્ર મુનિઓની પાલન કરે છે. મેં તે પૂર્વ જન્મમાં કાંઈ આપ્યું નથી, તેથી મારે તે ઉદરપૂર્તિ કરવી પણ દુષ્કર છે. હું મહા પાપી છું, આ અવસર મને કયારે મળશે કે જે વખતે હું દાન આપી શકીશ? સાધુને દેવા ગ્ય આહાર મારી પાસે ક્યાંથી હોય? મારે ઘેર સાધુ મુનિરાજ કયાંથી પધારે? નદી અને નૌકાને સંગ ક્યાંથી થાય? આહારાદિ સામગ્રીને સંગ હેયને સાધુઓ તે ગ્રહણ કરે નહિ તે પણ મારા મનને મને રથ મનમાં જ રહે ! જે કોઈ મારા મહા ભાગ્યના ઉદયથી આ મારે દાનને મનેર–મારી ઇચ્છા સફળ થાય તે રાજયપ્રાપ્તિની જેટલે જ હું આનંદ માનું; પણ એવું મારું ભાગ્ય કયાંથી? હું પુન્યહીન છું, તેથી મારે આ મરથ અયોગ્ય છે.' આ પ્રમાણે વચ્ચે વચ્ચે જયારે મેટા શેઠીઆઓને ઘેર સાધુને જુએ ત્યારે આવા મને ર તે કરતે હતા, અને પિતાના આત્માને