________________ અષ્ટમ પદ્વવ. 485 ભગદેવ સાર્થવાહને ઘેર ગયે, ત્યાં પણ મોટા સ્વરથી તેજ દેધકવૃત્ત બેલતે નાચવા લાગ્યું. આ પ્રમાણે દેખીને તથા સાંભળીને ભગદેવે કહ્યું કે- “અરે ધનદત્ત ! તું આ શું બોલે છે અને તેને અર્થ શું છે? તેને જે ભાવાર્થ હેય તે યથાર્થ કહે.” ધનદત્ત કહ્યું કે–“તાત! મારા જીવનને આમાં ભાવાર્થ રહેલ છે તે હું કહું છું. આપ સાવધાન થઈને સાંભળે– આજ નગરમાં દુર્ગતપતાકા નામે મારા પિતાને ઘેર મારે જીવ હલકું કામકાજ કરનાર નેકર હતા, તે બધાં ગૃહકાર્યો ત્રિ દિવસ કરતો હતો. તેની વહુ પણ તેજ શ્રેષ્ઠીના ઘરમાં ખાંડવું, દળવું વિગેરે કામ કરતી હતી. આ પ્રમાણે મહા પ્રયાસ વડે આજીવિકા તેઓ કરતા હતા. હવે તે દુર્ગતપતાકા બીજા શ્રેષ્ઠીઓને ઘેર કોઈ કોઈ કાર્ય પ્રસંગે જતા હતા. ત્યાં ભિક્ષાને માટે આવતા સાધુઓને જોત. તે શ્રેષ્ઠીઓ હમેશાં મેટી ભક્તિથી અશનાદિ ચારે પ્રકારને આહાર વહેરવા માટે સાધુઓને આમંત્રણ કરતા હતા અને વારંવાર આગ્રહ કરતા હતા, તેમજ અનેક પ્રકારના વસ્ત્ર, પાત્ર, ઔષધ વિગેરે લેવા માટે વિવિધ પ્રકારની ભક્તિયુક્ત વચનેવડે તેઓ વિનંતિ કરતા હતા, પણ સાધુઓ જો નિર્દોષ અને ગ્ય જાણતા તેજ ગ્રહણ કરતા હતા, નહિ તો લેતા નહોતા; સહજ અગ્ય હોય તો પણ નિર્લોભવૃત્તિથી લેતા નહેતા. ગોચરી માટે ભ્રમણ કરતાં ઘેર ઘેર ભિક્ષા લેવા તેમને સર્વે વિનંતિ કરતા હતા, માર્ગમાં આડા ઉભા રહીને આહારાદિક માટે નિમંત્રણ કરતા હતા, પંરતુ નિઃસ્પૃહી સાધુઓ કોઈને ઘેર જતા અને કેઈને ઘેર જતા પણ ન હતા. જેને ઘરેથી સાધુઓ આહાર ગ્રહણ કરતા, તેઓ મનમાં અતિશય આનંદ પામતા અને નિધિના લાભથી પણ