________________ * 488 ધન્યકુમાર ચરિત્ર. ઘણી વધી ગઈ. લક્ષ્મી મળવાથી ભગદેવ તે યાચનારાઓને તેની ઈચ્છા કરતાં વધારે આપવા લાગ્યા, અને અનેક મનુષ્ય પર ઉપકાર કરવા લાગે, તેથી જગતમાં તેની પ્રખ્યાતિ ઘણી થઈ ગઈ. પોતે પણ દેવની માફક બહુ ઉત્તમ વસ્ત્રાલંકાર પહેરીને અશ્વ અગર સુખાસનાદિ વાહનમાં બેસીને અનેક સુભટથી પરવરેલે ચતુષ્પથમાં જવા લાગ્યા. તે બજારમાં આવતે કે તરત જ સર્વે વ્યાપારીઓ ઉભા થઈ નીચા નમીને તેને પ્રણામ કરવા લાગ્યા અને તે જાય ત્યારે તેનાં ગુણેનું વર્ણન કરતાં બેલવા લાગ્યા કે“અહા ! પરદુઃખભંજનના જ એક સ્વભાવવાળા આનું જીવિતવ્ય સફળ છે, તેણે પ્રાપ્ત કરેલી ઋદ્ધિ બહુ પ્રશંસનીય છે. કારણકે હમેશાં તે પરોપકારપરાયણ રહે છે. તેનું નામ ગ્રહણ કરવાથી પણ સુખ થાય છે અને એ આપણા નગરની શોભા છે.” આ પ્રમાણે ત્રણે વર્ગ સાધવામાં તત્પર ભેગદેવ શ્રેષ્ઠી સુખેથી કાળ નિર્ગમન કરતા હતા. તેને ભગવતી નામે પત્ની હતી. એક દિવસે તેની પાસે જઈને શેઠ કહેવા લાગ્યા કે–પ્રિયે! તું યથેચ્છ દાન આપ, તેમાં જરા પણ વિલંબ કે કૃપણુતા કરીશ નહિ, વળી જેવાં ગમે તેવાં વસ્ત્રો અને આભરણે કરાવ, તેમાં મારી તરફની જરા પણ શંકા કરીશ નહિ, એહિક બેગ અને વિલાસમાં જરા પણ કૃપણતા કરીશ નહિ, વિશેષ શું કહું? જ્યાં સુધી પુણ્ય હોય ત્યાં સુધી જ લક્ષ્મી રહે છે. પૂણ્ય પૂર્ણ થાય તે પછી સે યત્ન કરીએ તે પણ તે રહેતી નથી, તેથી લક્ષ્મી છે ત્યાં સુધી થાય તેટલું પુણ્ય અને દાન કરજે. ઉભય લોકના સાધન વડેજા લક્ષ્મી સફળ થાય છે, તેથી પ્રિયે ! દાન તથા ભેગાદિકવડે હાલમાં મળેલી લક્ષ્મીનું ફળ મેળવજે, આગળ ઉપર પરલેકનું