________________ અષમ પવિ. 481 કારણ પૂછયું, એટલે એક મંત્રપદના વિમરણની હકીક્ત તેણે કહી સંભળાવી. તે સાંભળી કરૂણા ઉત્પન્ન થવાથી તેણે કહ્યું કે --“અરે ભાઈ ! તું તે ભૂલી જવાના સ્વભાવવાળે દેખાય છે અને એ વિધા તે એક જ વાર અપાય છે, બીજી વાર અપાતી નથી એવી ગુરૂની આજ્ઞા છે. જે બીજીવાર આપું તે મારી અને તારી બંનેની વિદ્યા નિષ્ફળ જાય; તેથી હવે તે વિદ્યા હું તને ફરીથી આપી શકીશ નહિ, પરંતુ તારૂં દુઃખ જોવાને હું સમર્થ નથી, તેથી વિદ્યાથી મંત્રીને સિદ્ધ કરેલ આ પદ લઈ જા, આ પદ રવતસિદ્ધ છે. ધૂપ દિપાદિકથી તેને પૂજીને તેની પાસે જે માગીશ તે તે આપશે, ઈસિત સર્વ પૂરશે, તેથી તે લઈને ઘરે જા અને સુખી થા.” આ પ્રમાણે કહીને માતંગે તે પટ્ટ તેને આપે. તેણે પ્રણામપૂર્વક તે પદ ગ્રહણ કર્યો. પછી માતંગની રજાથી પિતાના દેશ તરફ ચાલ્યું. સ્વતઃસિદ્ધ પટ્ટ મળવાથી માર્ગે ચાલતાં મનમાં તે વિચારવા લાગ્યે કે–“હવે તે સર્વ મનોવાંછિત આપનાર આ પદજ મળે છે. પૂજા વિગેરે કરીશ એટલે ઈસિત તરતજ મળશે, હવે મારા સર્વે મને ફળવંત થશે, હું દુર્જનના મુખ મલીને કરીશ. નગરમાં ફરીથી મારી મહત્વતા થશે, તેથી જે માણસોએ આપત્તિવાળી દશામાં મને દુર્વચને કહ્યાં છે, તેને શિક્ષા કરીશ; હવે તે તાકીદે ઘેર જાઉં, અને ચિંતિત ફળ પ્રાપ્ત કરૂં.” આ પ્રમાણે મને કરતે અતિ ઉત્સુકતાથી કોઈ ક્ષુદ્ર સાર્થવાહની સાથે ચાલ્ય, પિતાના ગામથી બે દિવસને રસ્તે અધુરો રહ્યો, તેટલામાં ચોરે મળ્યા, તેઓએ તે સાથ લુંટ્યો, અને તે પદ પણ તસ્કરે લઈ ગયા.