________________ 480 ધન્યકુમાર ચરિત્ર. કરવાની વિદ્યા તું ગ્રહણ કર.”તે સાંભળીને સુચિદે ઉભા થઈને મોટી મેહેરબાની' તેમ કહીને પ્રણામ કર્યા. પછી તે માતંગે પ્રસન્ન ચિત્તથી યક્ષિણીને મંત્ર વિધિપૂર્વક તેને આપે. સુચિદે તે મંત્ર વિનયપૂર્વક ગ્રહણ કર્યો. પછી માતંગે કહ્યું કે-“અહિં મારી સહાયથી જ આ મંત્ર તું સાધ, કે જેથી નિર્વિધ્રપણે તે મંત્રની તને સિદ્ધિ થાય.” સુચિ દે તેની સહાયથી આત્માને કૃતાર્થ માનતા તે મંત્રની સાધના કરી. પછી માતંગે કહ્યું કે-“હવે તું તારે ઘેર જા, ત્યાં જઈને તારું ઇસિત કરજે.” આ પ્રમાણે કહીને ઘેર જવાની રજા આપી, એટલે સુચિદ પણ તેને નમસ્કાર કરીને પિતાના ઘર તરફ ચાલ્યો. માર્ગે ચાલતાં અનેક મનોરથ કરતે કેટલેક દિવસે ઘેર પહોંચે. ઘરે આવીને પહેલાં તે તેણે યક્ષિણીની સાધના કરવાની સામગ્રી એકઠી કરી, એક સ્વચછ જમીન ઉપર મંડળને આળેખ કર્યો. તે આળેખીને યક્ષિણીને પૂજા પ્રકાર શરૂ કર્યો, ત્યાં બેસીને મંત્ર સંભારવા લાગે, પણ દુર્ભાગ્યના વેગથી તે મંત્રનું મુખ્ય પદ ભૂલી ગયે. હવે મારે શી ચિંતા છે?' એવા અતિ હર્ષથી મન ભરાઈ જવાને લીધે સેંકડે મનેરથે કરવામાં ઉત્સાહવંત થયેલ તે મંત્રનું એક પદ ભૂલી ગયે. ઘણી રીતે ઉહાપિોહ કર્યો પણ આવરણ ચઢી જવાથી તે મંત્રપદ મૃતિમાં આવ્યું નહિ, તેમ થતાંજ ફાળ ચુકેલા વાંદરાની જેમ તે વિલ થઇ ગયે. ફરીથી પાછો ગ્રામ, નગર, ઉપવનમાં ભટકતે તે માતંગને શોધવા લાગે. ઘણે દિવસે તેને તેને પત્તો મળ્યો કે તે માતંગ અમુક સ્થાને રહે છે. ત્યારપછી તે માતંગની પાસે ગયે. જે હતું તે ને તેજ દેખીને માતંગે પાછા આવવાનું