________________ 478 ધન્યકુમાર ચરિત્ર. નૃત્યાદિક વિલાસે ભેગવતે તે માતંગ અદ્ભુત સુખમાં નિમગ્ન થઈને ત્યાં રહ્યો. એક ઘડી રાત્રી બાકી રહી ત્યાં સુધી તે પ્રમાણે ભેગવિલાસ ભેળવી તૃપ્ત થઈને તેણે તે સર્વ વિસર્જન કરી અને દેવકુળમાં બેઠે. - આ બધું તે દેવાલયમાં રહેલા સુચિદે દીઠું; તે દેખીને વિચારવા લાગ્યું કે અહે ! આ માતંગ વિઘારને સમુદ્ર તથા અચિંત્ય શક્તિવાળો દેખાય છે. હું તેની સેવા કરું, સેવા કરીને તેને પ્રસન્ન કરી મારું દારિદ્ર મૂળથી ઉખડી જાય તેમ કરૂં.” આમ વિચારીને તે તેની સેવા કરવા લાગે. તે દિવસથી તે તેની પછવાડે ભમતે, તેને બેસવાની ઇચ્છા થાય ત્યારે મેઢા આગળ આવીને આસન દેતેતેની પાસે તેની સેવા ઉઠાવવામાં સાવધાન મન રાખીને પિતે બેસતે, તેના મુખમાંથી વચન માત્રનીકળતાંજ તે કાર્ય નિપુણપણે કરતે. આ પ્રમાણે જેવી રીતે તેનું ચિત્ત પ્રસન્ન થાય તેવી રીતે વર્તતે હતે. તે માતંગ ઉભું થાય ત્યારે તેના ઉપાનહ પગ પાસે ધરીને તે પહેરાવતે હતું, જયારે તે રસ્તે ચાલતે ત્યારે વિનયપૂર્વક સેવકની જેમ પછવાડે રહી સેવા કરતાં ચાલતું હતું, તેની પાસે જે સામાન હોય તે પિતે ઉપાડીને પગે પગે ખમા-ખમા” એમ બેલ તેની પછવાડે ચાલતું હતું. આ પ્રમાણે ઘણા કાળ સુધી સેવા કરવાથી માતંગનું મન તેના તરફ આકર્ષાણું. એક દિવસ માતંગે સુચિદને કહ્યું કે --“ભાઈ ! શું કારણથી આવી અનિર્વચનીય મારી ભક્તિ તું કરે છે?” ત્યારે સુચિ પ્રણામપૂર્વક બે હાથ જોડીને કહ્યું કે- “સ્વામિન્ ! હું દારિદ્રના દુઃખથી બહુ પીડાયેલો છું. અતિ દારિદ્રથી પરાભવ