________________ આમ પટલ, 47) પીડિત થયેલો નગરની નજીકના એક દેવકુળમાં માર્ગના શ્રમથી ખેદિત મનવાળા થઈ બહુ થાક લાગી જવાથી ખેદપૂર્વક તે બેઠે, તેવામાં એક માતંગ ત્યાં દેવકુળમાં આવ્યું. તે મૂળમંડપમાં ગયે, અને યક્ષને પ્રણામ કરીને મંડપમાં બેઠે. સુચિત પણ સુધા અને તૃષાથી ખિન્ન શરીર અને મનવાળે થઈને તે દેવાલયના એક ખુણામાં પડ્યો હતો, અને માતંગ શું કરે છે તે જતો હતે. પછી તે માતંગ યક્ષને પ્રણામ કરીને આડંબરથી પૂજા વિધાન કરવા લાગ્યું. તેણે એક મંડળ આળેખીને યક્ષિ ના પૂજા ઉપચાર કર્યા અને પછી મંત્રજાપ કરવા લાગ્યું. ડીવાર થઈ તેવામાં તે યક્ષિણ પ્રગટ થઈ. માતંગે તેને કહ્યું કે –“ભગવતિ ! મારી ઈચ્છા પ્રમાણે મારે માટે એક વિલાસભુવન બનાવે.” યક્ષિણુએ તે પ્રમાણે ભુવન અને ભેજનાદિ સામગ્રી દેવશક્તિથી તત્કાળ બનાવી દીધી. ત્યારપછી દેવાંગનાના સમૂહે તે માતંગનું સુગંધી તૈલાદિકથી અત્યંગન કર્યું, સુંદર અને સુગંધી પીઠી ચોળી, પુપાદિકથી સુગંધિત કરેલા જળવડે તેને સ્નાન કરાવ્યું, સુકોમળ એવા સુગંધી વસવડે તેનું શરીર લુંછ્યું, શુદ્ધ એવા હીરાગળ વસ્ત્રો પહેરાવ્યાં, વિવિધ આભૂષણવડે તેને અલંકૃત કર્યો, ઉત્તમ આસન ઉપર તેને બેસા ડ્યો, સુવર્ણ અને રત્નના ભાજનમાં વિવિધ પ્રકારે બનાવેલી દેવનિર્મિત સેઇ પીરસીને જમાડી. આચમનાદિકથી મુખ તથા હસ્તની શુદ્ધિ કરાવી. પછી રત્ન જડેલા સેનાના પલંગ ઉપર સુકુમાર તથા કમળ એવી શય્યા કરીને તેની ઉપર તેને બેસાડ્યો અને અતિ સુગંધી દ્રવ્યથી મિશ્રિત ઉત્તમ તાંબુળાદિક આપીને તે માતંગને પ્રસન્ન કર્યો. આ પ્રમાણે સુરજમણુઓ સાથે ગીત