________________ 492 ધન્યકુમાર ચરિત્ર. સુધી માત્સર્યથી ઘેરાયેલા અમોએ અંધકારથી ઘેરાયેલા પક્ષીઓ સૂર્યને મહિમા ન જાણે તેમ તારે મહિમા જાણે નહિ. હે બંધુ! શરઋતુના ચંદ્રબિંબની સાથે ખદ્યોતના બચ્ચાં જેમ હરીફાઈ કરે તેમ નિગી એવા અમે તારી સાથે નકામી સ્પર્ધા કરી. બુદ્ધિ, વિવેક તથા પુન્ય રહિત એવા અમેએ અંતરમાં અભિમાન વધી જવાથી કુળના કલ્પવૃક્ષ જેવા તને ઓળ ખે નહિ. ચિંતામણિને કાચના કટકા તુલ્ય ગણે, આ સર્વ અમારા અજ્ઞાનના વિલાસને તારે ખમે. તું તે ગુણરૂપી રત્નને સમુદ્ર છે, અમે તે ખાબોચીઆ જેવા ક્ષુલ્લક છીએ. અત્યાર સુધી તારી સાથે અમે જે જે પ્રતિકૂળ વર્તન કર્યું, તે સંભારતાં અમને બહુ શરમ આવે છે અને તારી પાસે મેટું શું દેખાડીએ એમ થઈ જાય છે.” આ પ્રમાણેનાં તેનાં વચને સાંભળીને ધન્યકુમારે વિનયપૂર્વક કહ્યું કે–“અરે પૂજે ! તમે મારા વડીલે છે, હું તે તમારા અનુચર તુલ્ય છું. આટલા દિવસ સુધી મારાજ દુષ્કર્મનો ઉદય હતું, કે જેથી આપની કૃપા મારા ઉપર નહતી. હવે આ બાળક ઉપર આપની પ્રસન્નતા થઈ, તેથી મારાં સર્વે મનવાંછિત સફળ થયાં, હવે મારે કાંઈ પણ ઉણપ રહી નહીં. આ ધન, આ ઘર, આ સંપત્તિ બધી તમારી જ છે, હું પણ આપની આજ્ઞાનું પાલન કરનાર છું, તેથી આ ધનને ઈચ્છાનુસાર દાન, બેગ, વિલાસાદિકમાં ઉપગ કરે, અહીં કાંઈ પણ ન્યુનતા નથી, તેથી તમારા મનમાં જરા પણ શંકા લાવશો નહિ.” આ પ્રમાણે વિનયપૂર્વક મિષ્ટ વચને વડે તેને સંતોષ્યા, તેઓ પણ મત્સર રહિત થયા, અને ચિત્તની પ્રસન્નતાથી દાન અને ભેગમાં ધનને વિલાસ કરવા લાગ્યા. ત્યાર પછી ધન્યકુમારે