________________ પ્રસ્તાવના. મમ પ્રગટ કરનાર છે. આ જગતમાં ધર્મથી સર્વ પ્રકારની અદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેનાથી મનુષ્ય ચક્રવર્તી, નરેંદ્ર, દેવેંદ્ર થાય છે અને ધર્મ સર્વોત્કૃષ્ટ સુખ પ્રાપ્ત કરાવે છે. દુર્ગતિમાં પડતા જંતુઓને ધારણ કરી રાખે તે ધર્મ કહેવાય છે.” આવા શ્રેષ્ઠ ધર્મની આરાધના કરવી તેજ સંસારમાં મનુષ્યભવ પામ્યાને ખરે હા છે. અન્ય પશુઓ તિર્ય-પક્ષીઓ વિગેરેથી મનુષ્યને ખાસ હક આ ધર્મરૂપી બક્ષીશદ્વારા વિશેષ મળેલ છે, તેથી જ મનુષ્ય ભવની ઉત્કૃષ્ટતા છે અને ધારેલી સર્વ સિદ્ધિ મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. આ ધમને આરાધવા માટે–તેને સંપૂર્ણપણે આવિર્ભાવ થાય તે માટે શાસ્ત્રકારે ચાર દ્વારે બતાવેલા છે અને દરેક કથાનુગ આ ચારમાંથી કોઈપણ એક દ્વારની પુષ્ટિ નિમિત્તેજ લખવામાં આવેલ હોય છે. મા ચાર દ્વારે તે (1) દાન, (2) શીલ, (3) તપ, અને (4) ભાવ છે. મનમાં કઈપણ જાતના બદલાની આશા રાખ્યા વગર આપણી પાસે જે કાંઈ હોય તે શુદ્ધ ભાવે ગ્ય જીવને આપવું તે દાન, એહિક ભેગોપભેગની વૃદ્ધિ ઓછી કરવી અને આત્મરમણુતા શીખવી, ઉચ્ચ સદ્ગુણો કેળવવા, બને તેટલે સ્વીસંગ અને સર્વથા પરસ્ત્રીસંગ તજ તે શીલ, આત્મા સાથે ચોટેલ કર્મ પરમાણુઓને બાળી નાખવા માટે-વિખેરી નાખવા માટે મનમાં જરાપણ ગ્લાનિ પામ્યા વગર–મનમાં જરા પણ દુહવાયા વગર યથાશક્તિ બાર પ્રકારની વર્ણવેલી તપસ્યામાંથી કઈ પણ પ્રકારની તપસ્યા કરવી તે તપ, અને ધર્મકરણીમાં તત્પરતા રાખી મનને ખુલ્લું નહિ મૂકતાં, ઇંદ્ધિને વશ નહિ થતાં એક આન્નતિમાં અને ધર્મોચરણમાં જ ધ્યાન રાખવું–મનને તે સમયે રખડવા નહિ દેતાં - એકીકરણમાં મગ્ન થતા શીખવવું તે ભાવ. - આ ધર્મના ચારે પ્રકારની વ્યાખ્યાઓ બહુ મેટી છે. અનેક ગ્રંથકારે આ વિસ્તારથી તેના ઉપર ચર્ચા કરી છે. આ ચાર પ્રકારના ધર્મોમાં દાનધર્મ મુખ્ય છે, પ્રથમ પંક્તિએ છે, સવથી શ્રેષ્ઠ છે, ખાસ આદરણીય છે, યથાશક્તિ સર્વ આદરી 1 શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રીષ શલાકા પુરૂષ ચરિત્ર. 51 1 લું.