________________ શિs પ્રસ્તાવના. चारित्रं चिनुते धिनोति विनयं ज्ञानं नयत्युन्नतिं, पुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागमम् / पुण्यं कंदलयत्यघं दलयति स्वर्ग ददाति क्रमात् / निर्वाणश्रियमातनोति निहितं पात्रे पवित्रं धनम् // 1 // પાત્રને મુખ્ય કરીને આપેલું પવિત્ર દ્રવ્ય (સુપાત્રદાન) ચારિત્રની વૃદ્ધિ કરે છે, વિનયને વધારે છે, જ્ઞાનની ઉન્નતિ કરે છે, પ્રશમ રસનું પિષણ કરે છે, તપને પ્રબળ કરે છે, આગમને ઉલાસ કરે છે, પુન્યને ઉગાડે છે, પાપને વિનાશ કરે છે, સ્વર્ગને આપે છે અને અનુક્રમે નિર્વાણુલમીને વિસ્તારે છે (આપે છે.) સિંદુર પ્રકર. 77 આ દુનિયામાં સર્વ મંગળામાં ધર્મ મુખ્ય મંગળરૂપ છે. સ્વર્ગ અને મેક્ષ પર્વતની સવ અદ્ધિ અને સાંસારિક-ઐહિક ભેગપગ પણ ધર્મથી જ મળી શકે છે. મહાત્મા હેમચંદ્રાચાર્ય સત્ય કહે છે કે-“ખરે ધર્મ માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની જેમ પ્રસન્ન કરે છે, બંધુની પેઠે સ્નેહ રાખે છે, ગુરૂની પેઠે આત્મામાં ઉચ્ચ ગુણેને આરૂઢ કરે છે અને સ્વામીની જેમ ઉત્કૃષ્ટ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરાવે છે. તે સુખને મહા હમ્પ છે, શત્રુ રૂપ સંકટમાં ‘વમ છે, શિતથી ઉત્પન્ન થયેલી જડતાને છેદન કરવાને ઘમરે છે અને પાપને 1 મહેલ, 2 બખતર. ઉણતા.