________________ 390 ધન્યકુમાર ચરિત્ર. માટે નીકળતું તે તે પણ તાકીદે કામ પૂર્ણ કરી ઘરમાં પેસી જતું હતું. રાજાના હુકમથી ઘણા સીપાઈઓ જેઓ હાથીને દમન કરવાની કળામાં કુશળ હતા, તેઓએ પિતાપિતાની કળા વાપરી પણ તેઓ અંતે થાક્યા. કેઈથી પણ તે હતી વશ કરી શકાણે નહિ. નગરના લેકેને મેટી પીડા–ત્રાસ જેઈને પ્રદ્યોત રાજાએ અભયકુમારને પૂછયું કે-“આ મારા રાજયના જીવનભૂત હતીને ક્યા ઉપાયવડે વશ કરે?” આ પ્રમાણે રાજાના પૂછવાથી અભયકુમાર બે કે–“મહારાજ ! જે વત્સરાજ ઉદાયન વીણુ વગાડવાપૂર્વક મધુર સ્વરે ગીતકળા કેળવે, તે આ હસ્તી તરત વશ થશે, તે સિવાય થશે નહિ.” તે સાંભળી પ્રદ્યોતરાજાએ તરતજ વત્સરાજને બોલાવીને કહ્યું કે–અરે ! કળાના નિધાન ! આ નગરનાં લેકે ઉપર કૃપા કરીને તમે અનુભવેલી રાગકળા પ્રસારે, કે જેનાવડે આ અનલગિરિ હસ્તીવશ થઇને સરલતા ધારણ કરે, અને બંધસ્થાને જઈને ઉભે રહે. તમારા વગર બીજો કોઈ પણ એ હું તે નથી, કે જે હસ્તીને ભય નિવારી શકે, તેથી ઘણા જીને અભય આપવારૂપ આ ગજને આલાનખંભે લઈ જઈને તમારૂ ક્ષત્રીય બિરૂદ સાર્થક કરે.” તે સાંભળી વત્સરાજ બોલ્યા કે મહારાજ! આ અનલગિરિ હસ્તી અતિશય ઉત્કટ મદવડે અંધ થયેલે–ભરાઈ ગયેલ છે, તેથી જે વાસવદત્તા પટને આંતરે રહી સુખાસનમાં બેસીને મારી સાથે ગાયન કરે, તે આ હસ્તી અમારા બંનેના સ્વર મિશ્રિત થવાથી થયેલ ગંભીર ગાયનના ઘોષવડે મૂછી પામવાથી–આકર્ષવાથી વશ થવા સંભવ છે.” તે સાંભળી રાજાએ કહ્યું–“ભલે તેમ કરે, પણ ગજને તાકીદે વશ કરે.” રાજાની આજ્ઞા મળવાથી વાસવદત્તા પટથી આંતરેલા સુખાસનમાં બેસીને