________________ - -- - -- 380 ધન્યકુમાર ચરિત્ર. તેણે જવાબ આપે કે-“તમારી મહેરબાનીથી ભાતું તે ઘણું મળે છે, પણ આજે તે મેં ખાધું નથી.” રાજાએ પૂછ્યું કે“શા માટે ખાધું નથી?” ત્યારે તેણે રસ્તે બનેલી બધી હકીકત કહી સંભળાવી. રાજાએ કહ્યું કે “તે ભાતું મારી પાસે લાવ.” ત્યારે તેણે તે ભાતું રાજાની પાસે મૂક્યું. રાજાએ પણ તે લાડવા ચારે બાજુએથી પિતાને હાથે તપાસ્યા, પણ કાંઇ પણ દેષ તેમાં જણાયે નહિ, ઉલટા સુગંધી ઉત્તમ દ્રવ્યે તેમાં મેળવેલા હેવાથી નાસિકાના પિોષણ માટે તે લાડવા થયા. ફરીથી વિશેષ નિર્ણય માટે પરીક્ષામાં કુશળ એવા પરીક્ષકોના હાથમાં તે ભાતું મૂકવામાં આવ્યું. તેઓએ વિવિધ પ્રકારના શાસ્ત્રોક્ત પ્રકારો વડે તેની પરીક્ષા કરી, પણ તેનું હાર્દ કાંઈ પણ સમજાણું નહિ. પછી કઈ નિવિષ ભાજનમાં તે ભાતું મૂક્યું, તે પણ કાંઈ દૂષણ જાણવામાં આવ્યું નહિ, ત્યારે તે બધાએ રાજાને કહ્યું કે “આ મોદકમાં વિષાદિક કાંઈ દૂષણ જણાતું નથી.” ત્યારે રાજાએ અભયકુમારને કહ્યું કે-“આ ભાતું ખાતાં લેહબંધને શુકને વારંવાર નિષે તેથી તેમાં શંકા થઈ છે, પણ તેની અંદરનું દૂષણ કોઈથી જાણી શકાતું નથી. તેથી હું પૂછું છું કે–આ મોદક શુદ્ધ છે કે અશુદ્ધ?” તું સર્વે નિપુણ પુરૂષોમાં અગ્રેસર છે, તેથી નિર્ણય કરી આપ.” આ પ્રમાણેનાં રાજાનાં વચને સાંભળીને જરા હસીને તે મોદકે અભયકુમારે હાથમાં લઈને તપાસ્યા અને ઔત્પાતિકી બુદ્ધિવડે દ્રવ્યાનુયેગની પરીક્ષામાં નિપુણ થયેલી બુદ્ધિથી તે ભાતાનું હાદ તે પામી ગયે. પછી માથું ધૂણાવવાપૂર્વક રાજાને તેણે કહ્યું કે “આ પાથેયમાં અમુક દ્રવ્યના સંગથી ઉત્પન્ન થયેલ દષ્ટિવિષ સર્ષ રહેલો છે.” અભયે કહેલી વાત સાંભળીને