________________ અષ્ટમ પદ્વવ. 379 કાર્યથી પરવારી બીજે દિવસે નીકળે, ત્યારે ભાતું દેવાવાળાએ પ્રથમથી જ તૈયારી કરી રાખેલ વિષમિશ્રિત ભાતું આપ્યું. તેવા લાડવાઓ લઈને તે ચાલ્યું. સમય થેયે ત્યારે તેને ભુખ લાગી અને એક નદીના કિનારા ઉપર તે ખાવા બેઠે. જ્યારે માતાની પિટલી છેડી ત્યારે શુકન સારા થયા નહિ; તેને શકુનદ્વારા ખાવાને નિષેધ થશે. ક્ષુધા હતા તે પણ તેણે ખાધું નહિ. શુકનશાસ્ત્રમાં કુશળ હોય તે જાણે છે કે-શુકનશાસ્ત્રમાં જેને નિષેધ હોય તે કાર્ય કરવું નહિ. ઘણે ભૂખ્યું હતું છતાં તે આગળ ચાલ્ય, કેટલેક માર્ગ કાપીને તે ફરીથી ખાવા બેઠે ફરીથી પણ તેને શુકન દ્વારા નિષેધ થયે. આ પ્રમાણે ત્રીજી વાર પણ નિષેધ થયે. પક્ષીની વાણ સમજનાર તે દૂતે તે ઉપરથી નિર્ધાર કર્યો કે “પક્ષીના શબ્દ પણ આ કાર્યને નિષેધ કરે છે, ખાવા બેસતાં શુકન પણ સારા થતાં નથી.” આ પ્રમાણે વિચારી તે ભૂખેજ આગળ ચાલ્યા. સુધાથી પેટ ખાલી થઈ ગયું અને ખાડે પડ્યો, તો પણ સાહસને ધારણ કરીને મોટા પ્રમવડે શિથિળ અંગોપાંગવાળ, નિસ્તેજ મુખવાળે ધ્રુજતો ધ્રુજતે મુશ્કેલીથી તે રાજા પાસે પહેઓ અને રાજાને નમરકાર કરીને ઉભો રહ્યો. રાજાએ તેની આવી સ્થિતિ જોઈને વિસ્મય પામી પૂછયું કે-“અરે લોહબંધ ! આજે તારાં અવયે શિથિળ કેમ થઈ ગયાં છે? શું તારા શરીરમાં કોઈ રોગની પીડા થઈ છે કે તું આવો દેખાય છે? શું થયું છે? સાચું બેલ.” તેણે કહ્યું કે-“સ્વામિન ! તમારી કૃપાથી આ આપના દૂત લેહજંઘને કોઈ પણ રેગની પીડા થઈનથી; પણ હું ભૂખના દુઃખથી પીડાયેલ છું, તેથી મારી આવી સ્થિતિ થઈ છે.” રાજાએ કહ્યું કે-“મારા રાજયમાં તને ભાતું પણ મળતું નથી?”