________________ ધન્યકુમાર ચરિત્ર. દશની માફક મનુષ્યભવની પ્રાપ્તિ અતિ દુર્લભ છે તેમાં પણ આર્ય દેશ, સારૂં કુળ, દીર્ઘ આયુષ્ય, તંદુરસ્તી તથા સુંદરતાની પ્રાપ્તિ તેથી પણ વધારે દુર્લભ છે, અને સર્વથી દુર્લભ શ્રી જૈન ધર્મ પાળવાની વૃત્તિ થવી તે છે. આ સંસારમાં શ્રી સર્વજ્ઞભાષિત ધર્મ પરમ મંગળ કરનાર અને સર્વ દુઃખને હણનાર છે. દાન, શિયળ, તપ અને ભાવના એ પ્રમાણે ધર્મના ચાર વિભાગ છે. એ ચારે ભેદોમાં દાનધમ સર્વથી શ્રેષ્ઠ છે; કારણ કે ધર્મના ચારે ભેદોમાં તે અંતરંગપણે સમાયેલ છે. લૌકિક અથવા લેકોત્તર સર્વમાં દાનધર્મ શ્રેષ્ઠ છે. શ્રીમાન તીર્થકર ભગવાન પહેલાં દાન દઈ પછીજ વ્રત અંગીકાર કરે છે. શિયળ ધર્મમાં દાન આ રીતે સમાય છે-બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવાથી મનુષ્ય હરહંમેશ અસંખ્ય બેઈદ્રિય, નવ લાખ સંમૂર્ણિમ પંચેંદ્રિય તથા નવ લાખ ગર્ભજ ચંદ્રિયને અભયદાન આપે છે. વળી શિયળ ગર્ભદુઃખના નાશનું કારણ હોઈ પિતાના જીવને પણ અભયદાન આપે છે. તપ ધર્મમાં પણ દાન સમાય છે. રસેઈ છકાયને વિરાધવાથી જ પકવી શકાય છે. ઉપવાસ વિગેરે તપ કરવાથી તે જીવને પણ અભયદાન મળે છે. ભાવધર્મમાં તે દાનને પ્રભાવ સૌથી વધારે વર્તે છે કારણ કે પરમ દયાથી જીવ તથા અજીવને ન મારવાની પરિગતિ થવી તેનું નામ જ ભાવ, તેમાં તે અભયદાન આવી જાય છે. મુનિરાજ હંમેશા દેશનાદાન તથા જ્ઞાનદાન દીએ છે. ઉત્કૃષ્ટપણે અભયદાન તથા સુપાત્રદાન દેવાથી તીર્થંકર નામકર્મ ઉપાર્જન થઈ શકે છે. લૌકિકમાં પણ દાન સર્વ ઠેકાણે સફળ થાય છે. સુપાત્રને અપાયેલ દાન મહાપુણ્યનું કારણ, અન્યને વાત્સલ્યથી 1 કેત્તર-ધાર્મિક પ્રસંગમાં.