________________ સપ્તમ પલ્લવે. 361 આ પ્રમાણે કહીને ઉચિત સન્માન તથા પ્રાસાદ આપીને રાજાએ કહ્યું કે-“અમારાં લાયક જે કાંઈ કામકાજ હોય તે સુખેથી કહેજે, મનમાં શંકા રાખતા નહિ.” વિગેરે કહી તેને સંતેષીને વિસર્જન કર્યો. તે પણ પ્રણામ કરીને ઉડ્યો, અને મનમાં વિચાર કરવા લાગે કે “અહો ! દાનવડે શું થતું નથી ? દાનથી , ફે પણ સાનુકૂળ થાય છે, તો પછી મનુષ્યની તે શી વાત?” આ પ્રમાણે વિચાર કરતે તે ઘેર આવ્યું. આ પ્રમાણે કુટ ધન. કર્મા શ્રેણીની દરેક ઘર, દરેક રસ્તા ઉપર, દરેક હાનાં મહટાં ગામોમાં યાચકજનેએ યશ અને શોભા વિસ્તારી દીધાં, અર્થાત તે સર્વત્ર વિખ્યાત થઇ ગયે. - હવે જે ગામમાં મૂળ ધનકર્મા ગયેલ હતું, તેજ ગામમાં કોઈ યાચક ફૂટ ધનકર્મા પાસેથી માગીને ઈચ્છાથી પણ અધિક ધન, વસ્ત્ર, આભરણાદિક મેળવીને ફૂટ ધનકર્માની પ્રશંસા કરતે પિતાને ગામ જવાની ઈચ્છાથી આવ્યું. રસ્તામાં એક શ્રેણીની દુકાન ઉપર મૂળ ધનકર્મા બેઠા હતા અને વ્યાપારાદિકની વાતે કરતે હતી. તેની પાસેની દુકાનવાળાએ આ વસ્ત્રાભરણથી શોભતા યાચકને રસ્તે જતાં ઓળખીને બેલા. તે યાચક પણ તેની પાસે આવીને કૂટ ધનકર્માનાં યશને વર્ણવતે કહેવા લાગ્યો“અરે અમુક શ્રેષિની લક્ષ્મીને આશ્રય કરીને રહેલ લક્ષ્મીપુ નામના નગરમાં કર્ણ, બલિ વિગેરે દાનેશ્વરીને ભૂલાવી દેનાર, સાક્ષાત્ કુબેરના અવતાર જેવ, પુન્યને જાણે કે સમુહજ એકઠો થે હોય તે, બધા નેશ્વરીઓમાં અગ્રેસર ધનકર્મા નામે શ્રેણી વસે છે. તેણે મારી જેવા ઘણાઓનાં દારિદ્રયને ફેડી નાખ્યા છે. વર્તમાન સમયમાં તે આ દારિદ્રયને ચૂરના, ઈચ્છાથી