________________ ધન્યકુમાર ચરિત્ર. શ્રેણીમાં તે એ દોષ ક્યાં હતું? માત્ર કૃપણપણું જ હતું, તે મુનિના ઉપદેશથી તેણે જાણ્યું; પણ આ શ્રેણી ખરેખર ધન્ય છે કે તેની આવી જન્મથી ચૂંટેલી કૃપતા નાશ પામી ! આપણા ' જેવાની તેવી મતિ કયારે થશે? 'આ પ્રમાણે ઉત્તમ છે તેની સ્તુતિ કરતા હતા. કેઈ વળી બોલતા હતા કે –“આનું આયુષ્ય હવે અ૯પ રહ્યું જણાય છે, જેથી જન્મનો સ્વભાવ પણ તેનો ફરી ગયે–વંભાવપાલટ થઈ ગયે. જોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે જન્મની પ્રકૃતિ એકદમ પ્રયત્ન વિને ફરી જાય ત્યારે આયુષ્ય અપ બાકી રહ્યું છે તેમ સમજવું.” આ પ્રમાણે જેના ) મનમાં જેમ આવતું તેમ સર્વ કઈ બેલતા; ઘણા માણસના મેઢા બંધ કોનાથી થઈ શકે છે? ' હવે એક દિવસ તે ફૂટ ધનકર્મા રાજદરબારમાં ગયે, અને બહુ મૂલ્યવાળી ભેટ રાજા આગળ ધરીને રાજાને પગે લાગી ઉભે રહ્યો. રાજા પણ નવી જાતની મહા મૂલ્યવાળી તેની ભેટ જોઈને બહુ રાજી થયે, અને આદરપૂર્વક તેને બેલાવીને કહેવા લાગ્યું કેકે “અહે શ્રેણી ! તમારા ચિત્તમાં આવી ઉદાર બુદ્ધિ ક્યાંથી થઈ? પહેલાં તે લેકે હમેશાં તમારા કૃપણુતાના દેશની જ વાત કર્યા 'કરતા હતા અને હમણાં તે ક્ષણે ક્ષણે તમારા દાન, ભેગ વિગેરેમાં ઉદારતાની જ વાત સંભળાય છે. આ કેવી રીતે બન્યું? સાચે સાચું કહે.” એટલે તે ફૂટ શ્રેષ્ઠીએ પૂર્વે કહેલી કપિલ મુનિ મહારાજની દેશના વિગેરે પ્રતિબંધ થવાના કારણરૂપ થયા હતા તે વૃત્તાંત કહી બતાવ્યો. રાજા પણ તેની વાત સાંભળીને ચિત્તમાં ચમત્કાર પામ્યો અને કહેવા લાગ્યો કે– અહો! જીવની ગતિ અચિંતનીય છે. સર્વજ્ઞ વિના કઈ તે ગતિને જાણી શકતા નથી.”