________________ 322 ધન્યકુમાર ચરિત્ર. સુખે થઈ શકે તેવું છે. મારા સ્વામી આવા કાર્યમાં અત્યંત હર્ષવાન અને ઉત્સાહવાન છે, અને પોતે અંગીકાર કરેલાને પ્રસન્ન ચિત્તે નિર્વાહ કરે છે. ત્યારે તે વૃદ્ધ બોલી–“જો એમ હોય તેપણ તેની અનુજ્ઞા વિના મારાથી અહીં રહી શકાશે નહીં.” શેઠાણીએ કહ્યું–“ત્યારે હમણાં જ તેમને બોલાવીને અનુજ્ઞા અપાવું.” વૃદ્ધાએ પૂછયું–બતે ક્યાં ગયા છે?” શેઠાણીએ જવાબ આપે– કોઈ પરદેશી બ્રાહ્મણ આવેલું છે, તેની પાસે ધર્મનું શ્રવણ કરે છે, પણ તેને હમણાં જ બેલાવું છું.” વૃદ્ધાએ કહ્યુંએમ હોય તે તેને ધર્મશ્રવણમાં અંતરાય ન કરે.” શેઠાણી બોલી–“અરે! એવા તે પિતાના ઉદરનિર્વાહને માટે ઘણાએ આવે. તેથી શું ઘરનું કાર્ય બગડવા દેવું?” એમ કહીને તે શેઠાણી દેડતી દેડતી જે ભાગની અદંર રહીને વહુઓ સાંભળતી હતી ત્યાં જઈને તેના બારણામાં ઉભી રહી પિતાના એક સેવકને બે ત્રણ બૂમ પાડીને બેલા, એટલે તે પણ શ્રવણમાં તલ્લીન થયેલ હોવાથી મનમાં દુભાતે દુભાતા આ. શેઠાણીએ કહ્યું કે “તું શેઠના કાનમાં જઈને કહે કે તમને ઘરમાં શેઠાણી બોલાવે છે.” તે ચાકરે તે પ્રમાણે શેઠને કહ્યું, ત્યારે શેઠે ક્રોધથી કહ્યું કે“એવું શું મોટું કામ આવી પડ્યું છે કે જેથી આ સમયે બોલાવે છે? માટે જા, અને કહે કે કામ હેય તે હમણાં રાખી મૂકે. ચાર ઘડી પછી આવીશ. હમણાં તે છાનામાના આ અમૃતના જેવી ધર્મસ્થાનું શ્રવણ કરો. તે સાંભળીને તે પ્રમાણે નેકરે કહ્યું. ત્યારે તે ફરીથી બેલી કે– ફરીથી શેઠને કહે કે ઘણું અગત્યનું કામ છે, માટે ઘરમાં આવે.” ત્યારે તે ચાકર બોલ્યો કે–“તો હવે નહિ જાઉં, મારાપર શેઠ ગુસ્સે થાય છે, માટે બીજાને એ કામ