________________ સપ્તમ પલ્લવ. 321 શું કહું? હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરે.” આ પ્રમાણે વહુનાં વચન સાંભળીને સાસુ બેલી કે “હે પંડિતા! હું જાણું છું કે તું ડાહી છે, સમયને જાણનારી છે અને ઘરના અલંકારરૂપ છે. પણ શું કરું ? મારૂં ચિત્ત શ્રવણમાં વ્યગ્ર હોવાથી અજાણતાં જ મેં તને દુર્વચન કહ્યું, તે તું ક્ષમા કરવા યોગ્ય છે; પરંતુ હું જે કહે છે તે વૃદ્ધા ક્યાં છે?” વહુએ કહ્યું-“ઘરમાં ભદ્રાસન પર બેસાડ્યાં છે, માટે તમે ત્યાં જઈને સુખ સમાચારપૂર્વક શિષ્ટાચાર કરીને તેણીનું મન પ્રસન્ન કરો” પછી તે વહુ સહિત સાસુ ઘરમાં જઈને વિનયપૂર્વક તે વૃદ્દાને સુખ સમાચાર પૂછી વિનંતિ કરવા લાગી કે-“હે માતા ! આ અમારા ઘરમાં તમારે આનંદ સહિત સુખેથી પિતાનાજ ઘરની જેમ રહેવું; કાંઈ પણ શંકા રાખવી નહીં. અમારાં એવાં ભાગ્ય કયાંથી કે તમારી જેવા વૃદ્ધની સેવા કરવાને સમય મળે? ' તમે તે અમારાં માતુશ્રી સમાન છે. તમારે મને પુત્રી તરીકે જગણવી. અમારા મોટા ભાગ્યનો ઉદય થયે કે જેથી તમે તીર્થસ્વરૂપ અમારે ઘેર પધાર્યા. આ મારી ચારે વહુઓ તમારી દાસી પ્રમાણે છે, તે તમારી આજ્ઞા પ્રમાણે વર્તશે. ખાન, પાન, સ્નાન, શય્યા પાથરવી, ઉપાડવી વિગેરે જે કામકાજ હૈયતેતમારેનિઃશંક રીતે અમને કહેવું, તે સર્વ કામ અમે સવે હર્ષભેર શિર સાટે કરશું.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે–“ હે ભદ્રે ! તું કહે છે તે ઘણું ઠીક છે, પરંતુ તારે પતિ આવીને બહુમાનપૂર્વક આદરથી મને રાખે, તે હું સ્થિર ચિત્તે રહું, કેમકે ચિત્તની પ્રસન્નતા વિના કોઈને ઘેર રહેવું ઠીક નહીં.” તે સાંભળીને શેઠાણું બેલી કેએટલાથીજ જે તમારા મનની પ્રસન્નતા થતી હેય, તે તે અતિ