________________ સપ્તમ પવિ. 318 મુખ્ય નથી, પણ મારા સાસુ સસરા આ ઘરમાં મુખ્ય છે.” વૃદ્ધ બેલી–“ ત્યારે તેમની આજ્ઞા વિના તું મને કેમ રાખી શકીશ?” વહુ બેલી–“હે માજી! આ ઘરમાં મારા સાસુ સસરા, જેઠ જેઠાણ અને દીયર દેરાણી છે તે સેવે મારે અનુકૂળ છે. માટે તમારે અહીં સુખેથી રહેવું.” તે સાંભળીને વૃદ્ધાએ કહ્યું કે–“જે એમ હોય તે તારા સાસુ સસરા સન્માનપૂર્વક મને આગ્રહથી રાખે, તેજ હું અહીં રહું, નહીં તે એક ઘડી પણ હું અહીં રહેવાની નથી. કારણ કે હે પુત્રી ! જયાં એકના ચિત્તમાં પ્રીતિ અને બીજાના ચિત્તમાં અપ્રીતિ હોય ત્યાં રહેવું ગ્ય નથી.” વહુ બેલી કે-“જે તેઓ સર્વ આગ્રહપૂર્વક અને વિનય સહિત તમને નિમંત્રણ કરે, તે તમે સ્થિર ચિત્તે અહીં રહેશે કે નહીં? બીજી કાંઈ ઇચ્છા છે?” ત્યારે વૃદ્ધા બોલી કે–“બસ, એટલું જ જોઈએ.' તરતજ વહુ ચાલી, અને જ્યાં બારણું બંધ કરીને સાસુ અંદર બેસીને સાંભળતી હતી ત્યાં જઈને વહુએ સાસુને કહ્યું કે આપ જલદી ઘરમાં આવે.' ત્યારે સાસુએ શ્રવણભંગના દ્વેષથી કહ્યું કે“હે મૂખ ! કેમ ફેકટ વાચાળ વાણીથી અમૃતસ્ત્રાવી વાણના શ્રવણમાં વિઘ કરે છે? વિધાતાએ તને મનુષ્ય રૂપે પશુ સરજી દેખાય છે. આવા દુર્લભ મનુષ્યભવને સફળ કરતાં અમને તું બુમ પાડીને વિન્ન કરે છે, તેથી તેના પાપવડે તું મરીને ગધેડી થઈશ.” ત્યારે વહુ બેલી કે-“હે પૂજય ! એક વૃદ્ધ માતા તમારા અગણ્ય પુણ્યસમૂહના ઉદયવડે ચિંતા અને અણબેલાવ્યા લક્ષ્મીની જેમ આવ્યા છે. તે સાંભળીને તે સાસુએ ક્રોધ અને અહંકાર સહિત જવાબ આપે કે-“હે જડબુદ્ધિવાળી ! આ ગામમાં આપણાથી કઈ મેટું છે કે જેને તું સરસવને મેરૂની