________________ સપ્તમ પલવ. 317 R રની પીડાને નાશ કરનારૂં ધર્મના રહસ્યવાળું વચન સાંભળવામાં અમને કેમ વિન કરે છે? તારે શું જોઈએ છીએ તે કહે અને લઈને અહીંથી ચાલી જા.” તે સાંભળીને વૃદ્ધા બેલી કે– “હે ભાગ્યવતી પુત્રી ! ધર્મ સાંભળવાનું ફળ દયા છે, દયા વિના સર્વ વૃથા છે, માટે દયા કરીને મને જળપાન કરાવ. મને ઘણી તૃષા લાગી છે, મારૂં ગળું તરસે સુકાઈ જાય છે.” તે સાંભળીને તે વહુએ તરત જળને કળશે ભરી લાવીને કહ્યું કે–“લે, તારું પાત્ર જલદી કાઢ, આ પાણું લઈને અહીંથી જા. મારે તે એક ઘડી પણ લાખની જાય છે, તેનું એક એક વચન ચિંતામણિ રત્નથી પણ અધિક છે, માટે આ જળ લઇને અહીંથી ચાલી જા.” વૃદ્ધા બેલી કે–“હે ભાગ્યશાળી બહેન ! હું વૃદ્ધ છું, માટે ધીમે ધીમે પાત્ર કહું છું.” એમ કહીને તે ડોશીએ પિતાની ઝોળીને એક ખુણો ઉઘાડીને તેમાંથી એક રત્નમય પાત્ર બહાર કાઢી તેને પોતાના હાથમાં રાખી જળ લેવા માટે પોતાને હાથ લાંબે કર્યો. તે વખતે તે વહુ કાંતિના સમૂહથી દેદીપ્યમાન, લાખ રૂપિયાના મૂલ્યવાળું અને કોઈ વખત નહીં દીઠેલું એવું તે પાત્ર જોઈને ચિત્તમાં આશ્ચર્ય પામી સતી બોલી કે- “હે ડોશી મા! તમારી પાસે આવું પાત્ર ક્યાંથી? જ્યારે તમારી પાસે આવું પાત્ર છે, ત્યારે તમે દુઃખી કેમ થાઓ છે? તમારું કઈ સગુંવહાલું નથી?” ડોશી બોલી કે–“હે કુળવતી ! મારે પહેલાં તે ઘણા કુટુંબીઓ હતા, તે સર્વે મરી ગયા છે. શું કરવું? " કર્મની ગતિ અનિર્વાચ્ય છે ! કોણ જાણે છે કે શું થયું અને શું થશે? હમણાં તે હું એકલી જ છું, આવાં પાત્રો તે મારે ઘણાં છે, પણ મારી ચાકરી કરે તેવું કઈ નથી. જે કે મારી સેવા