________________ 300 ધન્યકુમાર ચરિત્ર. - હવે તેજ નગરમાં હમેશાં ખેતી વિગેરે કાર્યોમાં આસક્ત મનવાળે ધનકર્મા નામે એક વણિગુ વ્યાપારી રહેતું હતું. તેણે પાપાનુબંધી પુણ્યના ઉદયથી અપરિમિત ધન પ્રાપ્ત કર્યું હતું, પણ તે અતિશય કૃપણ હતું. તેની પાસે અતિશય લમી હતી, છતાં નહેતે તે ધનને દાનમાં આપતે, કે નહેતે તે તેને ઉપભાગ લેતે નપુંસકની સ્ત્રીની જેમ તેની લક્ષ્મી માત્ર તેના ઘરનાં ભૂષણરૂપ હતી–ઉપભેગ માટે ન હતી. - હવે એક વખતે કોઈ ચારણ પિતાની ચારણની જ્ઞાતિના જ્ઞાતિ- મેળામાં ગયે હતુંતે વખતે ત્યાં તેઓ બધા પોતપોતાની બુદ્ધિની કૌશલ્યતા વર્ણવવા લાગ્યા. કેઈએ કહ્યું કે મેં અમુક દેશની સજાને પ્રસન્ન કરીને ઘણું ધન મેળવ્યું છે. બીજાએ કહ્યું કે–અમુક દેશને રાજા તે મહકૃપણ છે, તેને પણ રાજી કરીને મેં ધન ગ્રહણ કર્યું છે.' વળી ત્રીજાએ કહ્યું કે–અમુક રાજાનો અમુક મંત્રી સર્વ શાસ્રને પારગામી છે, સર્વે વાદીઓને પાછા હઠાડી દેનાર છે. બુદ્ધિ- વડે અનેકને જીતીને તેઓને બંદીવાન કરીને પછી તેણે છોડી મૂક્યા છે, પણ કોઈને એક રાતી પાઈ પણ આપતું નથી, તેવા મંત્રીને પણ ગુરૂની કૃપાથી મેં રંજીત કર્યો છે, અને તેની મેટી મહેરબાની મેળવી છે. આ પ્રમાણે અંદર અંદર વાતચિત કરતા હતા. તેવામાં એક ભટ બેલી ઉઠ્યો કે “તમે જે સઘળું કહે છે તે સત્યજ છે ! પણ હું તો તમારું કૌશલ્ય ત્યારે જ જાણું કે જ્યારે લક્ષ્મીપુરના રહેવાસી ધનકર્મા નામના વ્યાપારી પાસેથી એક દિવસના આપણી જ્ઞાતિસંમેલનના ભજનને ખર્ચ ચાલે તેટલું દ્રવ્ય લાવે, નહિ તે તમારી આ બધી વાતચિત માત્ર ગાલ ફલાવવા જેવી જ મને તે લાગે છે. તે વખતે લક્ષ્મીપુરથી ગયેલ