________________ સપ્તમ પલવ. 299, વિચાર કરીને કહ્યું કે મને વ્યાજ વિગેરેથી દ્રવ્ય વૃદ્ધિ થતાં આઠ કરોડ સોનામહેર મળશે.” બીજો બંધુ પણ બેલ્સે કે“મને પણ જમીન, ક્ષેત્ર તથા કેડાર વિગેરેથી મોટા ભાઇના જેટલી જ ધન સંખ્યા મળશે–તેનું અને મારું પ્રમાણ સરખું થશે.” હવે ત્રીજો ભાઈ બે કે-“મને દશ હજાર ઘેડા, સે હાથી, સે ગાયના ગોકુળ, એંશી હર ઉંટ અને પાડા-બળદ વિગેરેની મેટી સંખ્યા મળશે, તેનું મુલ્ય ગણતાં મને પણ આઠ કરોડ સેનામહોર મળશે.” આ પ્રમાણેના તેઓનાં વચન સાંભળીને રાજા અને બધા સભાજને પણ ચિત્તમાં વિસ્મય પામ્યા અને માથું ધૂણાવતાં ધન્યકુમારની બુદ્ધિકૌશલ્યતાના વખાણ કરવા લાગ્યા. પછી તે ચારેને રાજાએ પૂછ્યું કે–“તમારે કોશ નાશ પામે તમારે સંદેહ દૂર થયે?” તેઓ પણ હાથ જોડીને બેલ્યા કે-“સ્વામિન્ ! તમે કરેડ યુગો સુધી છે. આપના આદેશથી પુરૂષોત્તમ એવા ધન્યકુમારે બુદ્ધિના વિલાસથી અમારે વિવાદ ભાંગી નાખે, અમારી પરસ્પરની પ્રીતિની વેલડી વૃદ્ધિ પ્રમાડી અને કળ દૂર કર્યો. પછી રાજાએ તે વ્યાપારીના પુત્રને જવાની રજા આપી, તેઓ પણ આનંદિત ચિત્તવાળા થઈ રાજાને નમસ્કાર કરીને પિતાને ઘેર ગયા. ઘેર ગયા પછી ધન્યની પ્રતિભા, ભાગ્ય, કળા વિગેરે ગુણેથી તેઓનું અંતઃકરણ ધન્યકુમાર તરફ ખેંચાણું અને અંદર અંદર વિચાર કરીને રૂપ લાવણ્યયુક્ત પિતાની બહેન લક્ષ્મીવતીને તેઓએ ધન્યકુમારને આપી મેટા મહેસૂલવડે તેની સાથે ન્યકુમારને વિવાહ થયું અને કરમેચનમાં ચારે બાઈઓએ એક એક કરોડ સોનામહેર આપી. 1 એક ગોકુળમાં દશ હજાર ગાયે હોય છે.