________________ ઉપર ધન્યકુમાર ચરિત્ર. સ્ત્રીઓનાં શરીરની પણ તેવીજ બે ગતિ થાય છે. કાં તે તેના પતિના હસ્તિના સ્પર્શથી તે ભગવાય છે, અથવા તે અગ્નિની જવાળાને તે ભેગ થાય છે, પણ બીજી ગતિ થતી નથી. તેથી હે રાહુરૂપી ગ્રહથી રસાયેલ ! તું નામથી તે ધન્ય એમ કહેવાય છે, પણ ગુણથી તે અધન્ય હેય તેમજ લાગે છે. ઘણા માણસને નાયક થઈને તું લેકવિરૂદ્ધ આવાં વાક્યો કેમ બોલે છે? મંગળ ગ્રહ પણ નામથી મંગળ છે, પણ વક્રગતિમાં આવ્યો હોય તો મનુષ્યને અમંગળને કરનાર થાય છે તેથી નામથી રાજી થવું તે નકામું છે–ખોટું છે. ગુણથી રાજી થવું તેજ સાર્થક છે. અરે ઠાકોર ! ખરેખર તું પરસ્ત્રીસંગમના અભિલાષથી આવા વૈભવ અને યશઃકીતિથી જરૂર ભ્રષ્ટ થઇશ; કારણકે સર્પના મસ્તક ઉપર મણિ ગ્રહણ કરવાને અભિલાષ કરનાર કેણ સુખી થયે છે? મારા - શિયલને લેપ કેરવા તે ઈંદ્ર પણ શક્તિવાનું નથી, તો તું કોણ માત્ર છે? વડવાનળ અગ્નિ બુઝવવા જ્યારે સમુદ્ર પણ શક્તિવાન થયે નહિ, તે પછી મેટે પર્વત શું કરી શકનાર હતો? 3 તેથી નકામા કુવિચારો પડતા મૂકીને સુશીલપણને–સજજનપણનેજ આચર.” જેવી રીતે પાપપંકને નાશ થવાથી ચેતનની અતિ વિશુદ્ધ દશા પ્રાપ્ત થતાં કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે તે સુભદ્રાનું અતિ વિશુદ્ધ ચારિત્ર દેખીને ધન્યકુમાર અંતઃકરણમાં અતિશય ઓનંદ પામ્યા. ત્યારપછી અતિશય હર્ષિત થયેલા ધન્યકુમાર શાંત અને મધુર વાણુવડે સુભદ્રાને કહેવા લાગ્યા કે—“હે ભદ્રે ! હું પરસ્ત્રીને લેલુપી નથી, તેથી તારે મારી બીલકુલ ભીતિ રાખવી નહિ. આ સંવાદ માત્ર | વચદ્વારા તાર સત્વની પરીક્ષા માટે જ કર્યો હતો, તેથી જે કાંઇ