________________ ષષ્ઠ પવિ. 251 જેવી રીતે સર્ષ ચાલ્યો જાય, તેવી રીતે ઘેરથી ઉદ્વિગ્ન થયેલે ઘર છોડીને ચાલ્યા ગયે હશે, તેથી તેની પાછા આવવાની આશા વ્યર્થ છે, તેથી વિકલ્પની-નકામા સંકલ્પની જાળ છોડી - દઇને મને પતિ તરીકે સ્વીકાર, આ જગતમાં દુર્લભ એવા ભોગે ભેગવ, ગયેલી ઉમર પાછી ફરીથી આવતી નથી, તેથી મને પતિ. તરીકે સ્વીકારીને આ દુર્દશામાં પડેલી તારી કાયાનું રક્ષણ કર–ભેગો ભેગવી શરીરને તૃપ્ત કર.” આવાં વાપાત તુલ્ય ધન્યકુમારનાં વચનો સાંભળીને ભયબ્રાંત થયેલી સુભદ્રાએ બે હાથ વડે કાનને ઢાંકી દીધા અને પછી બોલી કે -અરે દુબુદ્ધિ ! શું તમે કુળવાન સ્ત્રીઓની રીતિ કઈ પણ દિવસ સાંભળી નથી, કે જેથી આવું અધમ વચન બેલે છે? કહ્યું છે કે गतियुगलकमेवोन्मत्तपुष्पोत्कराणां। हरशिरसि निवासः क्ष्मातले वा निपातः // विमलकुलभवानामङ्गनानां शरीरं / पतिकरफरसो वा सेवते सप्तजिह्वः // 1 // - ‘ઉત્તમ એવા ધતુર પુષ્પની બેજ ગતિ છે, કાં તે શિવના માથા ઉપર તે ચઢે છે, અથવા તે ભેય ઉપર પડીને તેને વિનાશ થાય છે આજ પ્રમાણે વિમળ એવા ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલ સુંદરીઓના શરીરની પણ બેજ ગતિ થાય છે. કાં તો તેને પતિના શરીરને સ્પર્શ થાય છે અથવા તે અગ્નિ તેને નાશ કરે છે.' સુકુળમાં ઉત્પન્ન થયેલી સ્ત્રીઓનાં શરીરની ધતુરાના પુષ્પની માફક બેજ ગતિ છે. જેવી રીતે ધતુરાન કુલે કાં તે શિવજીના મસ્તકે ચઢે છે, અગર તે ભૂમિ ઉપર પડી જાય છે, બીજા કેઈના ઉપગમાં તે પુષ્પ આવતા નથી, તેવી જ રીતે પતિવ્રતા