________________ 238 - ધન્યકુમાર ચરિત્ર. તું એકલે ઘીયુક્ત ભજન કેમ કરીશ? એ કાંઇ સારૂં દેખાશે નહિ, કારણકે ઉત્તમ પુરૂષને પંક્તિભેદ કરીને જોજન કરવું તે સારું દેખાતું નથી, તેથી તું સ્વામીને અમારા સર્વેનીવતી વિનંતિ કર કે જેથી અમે સર્વને પણ ધીનો આદેશ મળે ! આ પ્રમાણે સર્વેએ ધનસારને કહ્યું, તેથી તે ફરીથી ધન્યકુમારને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગે કે-“સ્વામિન ! હું એક ઘી ખાઉં તે તે સારું નહિ દેખાય, તેથી મારી સાથેના બધા કામ કરનારાઓને પણ ઘી આપવામાં આવે તે હુકમ કરે તે ઠીક. આપની જેવા દાનેશ્વરીઓ પંક્તિભેદ કરે તે સારું ન દેખાય, તેથી અટલી મહેરબાની જરૂર કરો! આટલું કરવાથી મારા ઉપરની 1 ની કૃપા વિશેષ વખાણવા લાયક થશે. આ પ્રમાણે ધનસાર આર કહ્યું તેથી પિતાનું વચન પ્રમાણ કરવું જ જોઈએ તે વિચાર કરીને અતિશય વિનયવાળા ધન્યકુમારે સર્વ મજુરોને ઘી આપવાને હુકમ કર્યો. આ હુકમ સાંભળીને સર્વે મજુરે બહુજ સંતોષ પામ્યા, અને તે બધા ધનસારની પ્રશંસા કરવા લાગ્યા. આ પ્રમાણે હકીકત બન્યા પછી ધન્યકુમાર અતિશય વરસાદ થવાથી વૃક્ષો જેમ ઉદ્યસાયમાન થાય તેવી જ રીતે ધૃત દેવાના વડે પિતાના મજુરને ઉલ્લાસાયમાન કરીને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે પાછા સ્વથાને ગયા. 'પાછા બીજે દિવસે વનમાં વૃક્ષને નવપલ્લવિત કરવાને જેવી રીતે વસંતઋતુ આવે તેવી જ રીતે પિતાના પિતા વિગેરેને સત્કારવા માટે ધન્યકુમાર ફરીથી પણ તે તળાવ ખોદાતું હતું ત્યાં આવ્યા. આગલા દિવસની જેમજ ધનસાર શ્રેણી અને અન્ય સર્વ મજુરોએ પ્રણામાદિક ઉચિત વિનયાદિ પ્રકારે કર્યા. ધન્ય