________________ 222 ધન્યકુમાર ચરિત્ર. અનુક્રમે કૌશાંબી નગરીએ આવ્યા. કૌશાંબી નગરીમાં સમત ક્ષત્રિમાં શિરરત્ન જે શતાનિક નામે રાજા રાજ્ય કરતે હતું, જેના અતિશય શૌર્યના બળથી તરવારે તથા અરિવર્ગ નિફળતા પામી ગયા હતા, એટલે કે અરિવર્ગ શાંત પડી ગયા હતા અને ખગોને બહાર નીકળવું પડતું નહોતું. તે શતાનિક રાજાના ભંડારમાં એક સહસ્ત્રકિરણ નામને અમુલ્ય મણિ હતું. તે મણિ -પરંપરાથી–તેના પૂર્વજોના સમયથી કુળદેવતાની માફક હમેશાં પૂજા કરતા હતા. એક દિવસ તે રાજા તે મણિની પૂજા કર્યા પછી વિચાર કરવા લાગ્યું કે “આ મણિ પરંપરાવડે પૂર્વજોથી પૂજાયા કરે છે, હું પણ યક્ત વિધિએ તેની પૂજા કરું છું; પરંતુ આ મણિનું માહાસ્ય શું છે તે હું જાણતા નથી. આ ' પ્રમાણે વિચારતાં તેનું માહાસ્ય જાણવાની શતાનિક રાજાને ઈચ્છા થવાથી તેના સેવકે રત્નની પરીક્ષા કરનારા ઝવેરીઓને બેલાવી લાવ્યા અને તેમને રાજાએ પૂછયું કે-“હે રત્નના વ્યાપારીઓ ! અમારા પૂર્વથી ઘણા દ્રવ્યવ્યયવર્ડે આ મણિ યથાવિધિ પૂજાતે હતે. તેથી પણ તેની હમેશાં પૂજા કરૂં છું, પણ તે મણિના ગુણ છે, તે હું જાણતો નથી, તેથી આના ગુણે જે હોય તે કહે.” આ પ્રમાણે તે મણિના ગુણે રાજાએ તેમને પૂછયા, પણ તેવા પ્રકારના શાસ્ત્રજ્ઞાનના અભાવથી પુલિંદે જેમ પૂરના ગુણે ન કહી શકે તેમ આ મણિના સ્પષ્ટ ગુણે કોઈ કહી શક્યું નહિ. આમ થવાથી રાજાએ નોકરે દ્વારા એ પડહ વગડાવ્યું કે-“નિપુણ પુરુષમાં અગ્રેસર એ જે કેઈ પુરૂષ આ શ્રેષ્ઠ મણિના પ્રત્યક્ષ અને પરોક્ષ જે કાંઈ ગુણ હોય તે પ્રગટ 1 વનમાં રહેનારા ભિલ્લો.