________________ ષષ્ઠ પલવ. 221 આ પ્રમાણે ધન્યકુમારે પિતાના ત્રણે ભાઈઓને ધનાદિકવડે બહુ રીતે સત્કાર્યા, તે પણ તે દુષ્ટ બુદ્ધિવાળા અને હલકી વૃત્તિવાળા હેવાથી હર્ષને સ્થાને ઈષ્યને જ ધારણ કરવા લાગ્યા. નીતિશાસ્ત્રમાં કહેવું છે કે “હલકા દુષ્ટ માણસને બહુમાનાદિક આપીને સત્કાર કરવ્વામાં આવે તે પણ તેઓ તે સજજનની સાથે કળતું અને ઈર્ષ્યા કરે છેદુધથી ઘાયેલ કાગડો શું કલહંસપણાને કદિ પણ પામી શકે છે? પામી શકતા નથી.” કૃપાળુ પુરૂષમાં અગ્રેસર એવા ધન્યકુમાર પિતાના બંધુઓને ઈર્ષ્યાથી વાણી અને તાળવું જેનું સુકાઈ ગયેલ છે એવા, સુદપણા વિનાન અને ક્રોધથી ધમધમિત દેખીને વિચારવા લાગ્યા કે–જે સંપદાવડે બંધુઓનાં અંતઃકરણે અતિ મલીન થઈ જાય, તે સંપદાને સજન પુરૂષ તે વિપદાતુલ્ય જ ગણે છે–તે વિપતુલ્ય જ મનાય છે, તેથી આ સંપદાને છોડી દઈને કેરી પણ પૂર્વની પ્રમાણેજ હું દેશાંતરમાં ચાલ્યું જાઉં કે જેથી ઇસિત વસ્તુ પ્રાપ્ત થવાને લીધે મારા ત્રણે બંધુઓ તયમાન થાય.” આ પ્રમાણે વિચાર કરીને ધનાદિકથી સંપૂર્ણ ગૃહ અને ત્રણે પ્રિયાઓને છોડી દઈને ગંગાદેવીએ આપેલ એક ચિંતામણિ રત્નને જ સાથે રાખી રાજદિકને કે કોઇ શેઠીઆઓને પણ જણાવ્યા વગર ગુપ્ત રીતે કોઈ અસર મળી ગમે ત્યારે ગૃહ છોડીને ધન્યકુમાર નગરની બહાર નીકળી ગયા. રસ્તે ચાલતાં પણ તે પુણ્યવાન ધન્યકુમારને ચિંતામણિ રત્નના પ્રભાવથી સ્વગૃહની જેમ સર્વત્ર ઇચ્છિત સુખ પ્રાપ્ત થવા લાગ્યા. તે સુખને ભેગવતા, સુખે સુખે માર્ગનું અતિક્રમણ કરતા અને ધણા ગ્રામ, નગર, ઉધાનાદિકને જોતા, જેવી રીતે ભવી જીવ તિયંગ ગતિના બે પૂર્ણ કરીને મનુષ્યમતિ પામે તેવી રીતે