________________ પંચમ પલ્લવ 213 સન્માન આપશે.” આ પ્રમાણે વગાડાતે પડતું જે ઠેકાણે સંત પુરૂષમાં આદરમાન પામેલ ધન્યકુમાર રહેતા હતા ત્યાં આવે. તે વખતે કૌતુકથી આકર્ષણ પામેલ ચિત્તવાળા અને કપટરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવા ધન્યકુમારે તે પડહ છો અને એક ઉત્તમ અશ્વ ઉપર આરૂઢ થઇને તે રાજસભામાં ગયા. રાજાને નમસ્કાર કરીને યોગ્ય સ્થાનકે બેઠા, રાજાએ તેને બહુમાન આપ્યું અને તે ધૂર્તની બધી હકીકત કહી સંભળાવી. ધન્યકુમારે તે હકીકત સાંભળી જરા હસીને રાજાને કહ્યું કે “મહારાજ ! આપના પ્રતાપથી એક ક્ષણમાત્રમાં શિધ્ર હું તેને નિરૂત્તર કરી દઈશ, માટે આપે જરા પણ ચિંતા કરવી નહિ.” ત્ય શ્રેણીને એકાંતમાં લાવીને કહ્યું કે “હે શ્રેષ્ટિ ! એ હતી ? ધૂર્ત રાજસભામાં કપટકેળા કેળવવા આવે ત્યારે હું તમને કહુ છુ તે પ્રમાણે તમારે તેને ઉત્તર આપ.” આ પ્રમાણે કહી શું ઉત્તર દેવે તે સમજાવીને ધન્યકુમાર રાજાની રજા લઈ સ્વરથાને આવ્યો. બીજે દિવસે રાજાની આજ્ઞાથી રાજસભામાં સર્વે સભાજને અને ગામના લેકો પણ આવ્યા. ધન્યકુમાર પણ સમય થયે ત્યારે આવ્યા. પછી પેલા ધૂર્તે ઘણુ યુકિતઓ સાથે પોતે ગભદ્ર શ્રેષ્ઠીને ઘેર ઘરેણે મુકેલ ચક્ષુની માગણી કરી. તેની માગણું થતાંજ ગભદ્ર શ્રેષ્ઠીએ સમસ્ત સભ્ય જનની તથા રાજાની સમક્ષ તે વિવાદની શાંતિ માટે ધૂતને કહ્યું કે- “હે ભાઈ ! તેં તારી ચક્ષુ મારે ઘેર ઘરેણે મૂકી હશે તે વાત સત્યજ હશે, તારું કહેવું બીલકુલ ખોટું નહીં હૈય, પણ મારે ઘેર ડાબલાઓમાં આ પ્રમાણે ઘરેણે મૂકાયેલી હજાર ચક્ષુઓ પડેલી છે, તેથી તેમાં તારી ચહ્યુ કઈ તેની બિલકુલ ખબર પડતી નથી અને જો કેઈને બદ