________________ 22 વિસ્તૃત અનુક્રમણિકા. વિસ્તૃત અનુક્રમણિકા પ્રથમ પલ્લવ–આદીશ્વર સ્તુતિ, દશ દુર્લભ વસ્તુઓ, ધર્મનું દુર્લભપણું, તે આરાધવાના ચાર પ્રકાર, દાન, શીલ, તપ અને ભાવ, દાનધર્મની શ્રેષ્ઠતા, અન્ય ધર્મોને દાનમાં સમાસ, દાનની મહત્વતા, સુપાત્રદાનની શ્રેષ્ઠતા, પુન્યાનુબંધી પુન્ય ઉપર ગુણસાગર શ્રેષ્ઠીનું વૃત્તાંત, ગુણસાગરે આપેલ સુપાત્રદાન, તેને ઉલ્લાસ, ધન વગર જમાઈને પણ આદર સત્કાર થતું નથી, ગુણસાગર તથા તેની પત્નીની ધન માટે ઈચ્છા, સાધુદાનનું તાત્કાળિક ફળ, પાપાનુબંધી પુન્ય ઉપર વિશ્વભૂતિની કથા, વિશ્વભૂતિને ધનપ્રાપ્તિ, તેને લેભી સ્વભાવ, દેવભદ્ર શેઠની ઉદારતા, તેને ભેગપભેગ, વિશ્વભૂતિની તેણે કરેલી ભકિત, ધનને ચળ સ્વભાવ, દાનમાં ઉપગથીજ તે ટકે છે, લક્ષ્મીદેવીનું આગમન, તેણે કરેલે વિશ્વભૂતિને બેધ, રાજાના લેલી કોઠારીની કથા, દાન દેવા જતાં વિશ્વભૂતિને થયેલે અંતરાય, ધન્યકુમારની કથાને પ્રારંભ, પ્રતિષ્ઠાનપુરમાં રહેનાર ધનસાર શ્રેષ્ઠી, તેમને ત્રણ પુત્રો તથા તે પુત્રની ત્રણ વધુઓ, ધનસાર શ્રેષ્ઠોની ધર્મ ક્રિયા, ધન્યકુમારને જન્મ, નાળ દાટવા જતાં પ્રગટ થયેલ નિધાન, ધન્યકુમારની સર્વ કળાઓમાં પ્રવિણતા, વ્યાપારમાં તેની કુશળતા, તેના જન્મથી ધનમારના ઘરમાં થયેલી વૃદ્ધિ, ત્રણે મેટા ભાઈઓની ઈર્ષ્યા, તેનું વર્ણન, ધન્યકુમારની ધનસારે કરેલી પ્રશંસા, ચારે પુત્રની ત્રણ-ત્રણસે ના મહેર આપી કરેલી પરીક્ષા, ધન્યકુમારે કરેલો કરિયાણાને વ્યાપાર, થયેલી ધનવૃદ્ધિ, સગા સંબંધીઓને આપેલું જમણ, ધન્યકુમારની ભાભીઓએ કરેલી તેની પ્રશંસા, ગુણ ઉપરના રાગ અને દ્વેષ માટે યામલ મુનિની કથા. પાના 1 થી 56.