________________ પંચમ પલવ. 2017 આપેલ દાન લેવાની કૃપા કરી. હું ઘણું ગૃહસ્થને ઘેર પણ જોઉં છું કે ભિક્ષા માટે આવેલા મુનિ મહારાજેને તેઓ વારંવાર વિજ્ઞપ્તિ કરે છે, તે પણ મુનિ મહારાજાએ કાંઇક લે છે અને કાંઈક લેતા નથી. મેં તે માત્ર વિનંતિ કરી કે તરáજ પ્રસન્ન ચિત્તથી મુનિરાજ મારા ગૃહમાં પધાર્યા અને બધી ખીર વહેરી, તેથી હું વિશેષ ધન્ય અને ભાગ્યશાળી છું. આ પ્રમાણે તે પોતે કરેલા દાનની વારંવાર અનુમોદના કરવા લાગે. આ પ્રમાણે તે વિચારે છે તેટલામાં તેની માતા ડોશી ઘરમાં આવી અને ખાલી થાળને બાળક ચાટે છે તે જોઈ તેને વિચાર થે કે-“અહે ! મારે પુત્ર હમેશાં આટલી બધી ભૂખ સહન કર્તા દેખાય છે.” આ પ્રમાણે ચિતવીને બાકી રહેલી ખીર દેશીએ તેને ફરીથી પીરસી અને કહ્યું કે-“ભાઈ! તારો ખીરને મરથ આજે પૂર્ણ છે કે બાળકે કહ્યું - “હા માતાજી.” આ પ્રમાણેની વાતચિતમાં પણ પોતે જે મુનિને દાન આપ્યું હતું તે તેણે કહ્યું નહિ. “દાન દઈને તેને પ્રકાશ કરવાથી તેનું ફળ સ્વલ્પ થઈ જાય છે.” હવે તે બાળક ખીર ખાઈને ઉડ્યો, પરંતુ તેજ રાત્રે તે બાળકને અતિ સ્નિગ્ધ ભજન કરવાના કારણથી અજીર્ણ થયું અને તેને લીધે વિશુચિકા-કોલેરાની વ્યાધિ છે. તે વખતે મહા વેદનાને ભગવતે તે બાળકે વિચારવા લાગે કે-“મેં આખા ભવમાં બીજું કાંઈ પણ સુર્તિ કર્યું નથી, માત્ર આજેજ મારા મોટા ભાગેાદયવડે મુનિરાજને દાન આપ્યું છે, તે મારૂં આપેલું દાન મને સફળ થાઓ. મારે તે તેજ મુનિ મહારાજનું શરણ છે.” ( પ્રમાણે પોતે કરેલ સુકૃત્યને સહર્ષ વારંવાર સંભારતે અને