________________ 198. પંચમ પલ્લવ. હવે ચડપ્રદ્યોત રાજા પાસે આવ્યા પછી મદિરાથી પ્રાપ્ત થયેલી મૂછ ઉતરી ગઇ, એટલે આળસ છોડીને અભયકુમાર બેઠે થાયે અને આમ તેમ જોઈને વિચારવા લાગ્યો કે-“આ શું? મેં કઈ વખત નહિ દેખેલ આ સ્થાને હું ક્યાંથી આવ્યો? મને અહીં કોણ લાવ્યું?' આ પ્રમાણે તે વિચાર કરે છે, તેવામાં ચંડપ્રદ્યોત રાજા બે કે “અભયકુમાર ! હું કહું તે સાંભળ. જેવી રીત નીતિ જૈણનાર, અનેક શાસ્ત્રમાં કુશળ. બોલવામાં ચતુર, પપદેશમાં પંડિત અને બહોંતર કળાનો પાઠ કરનાર એવા પિપટને પણ બીલાડી પકડી લે છે અને ખાઇ જાય છે, તેવી જ રીતે તું પણ બહુ ચતુર, વિજ્ઞાનીઓમાં ડાહ્યો, દેશદેશાંતરમાં તારા જેવી કેઈની બુદ્ધિ નથી તેવી ખ્યાતિવાળે, સર્વ સમયે વ્યત્પન્ન બુદ્ધિવાળ, સમયસૂચકતાવાળે ડાહ્યો અને હુશિયાર છતાં પણ માજા રીતુલ્ય વેયાએ તને પકડીને અત્રે આયે, છે તેથી તારી બુદ્ધિ અને ચતુરઇને ધિક્કાર છે ! તારૂં સર્વ સમ યમાં સાવધાનપણું કયાં ચાલ્યું ગયું ? સત્યાસત્યની પરીક્ષા કરવાની તારી કુશળતા ક્યાં ગઈ?” રાજાનાં આવાં વચન સાંભળીને અભયકુમારે મનમાં નિર્ણય કર્યો કે “ખરેખર પેલી દંભી વિયાએ ધર્મના બહાનાથી મને ઠગીને અહીં આણે છે. આ પ્રમાણે મનમાં નિર્ણય કરીને અભયકુમાર બે –“રાજન ! ધર્મના છળથી મારી ઉપર થયેલ આ બંધન મારી આબરૂને* મારા મહિમાને જરા પણ ઘટાડશે નહિ; પણ ઉલટો મારો મહિમા તમારું આ કાર્ય વધારશે. વળી અમારા દેશમાં અને અમારા કુળમાં તે ધર્મના ન્હાનાથી આવું અકાર્ય કઈ કરતું જ નથી, અને તે ક્ષત્રિય કુળની તે મર્યાદાજ નથી, પરંતુ મારે તે સારું