________________ ચતુર્થ પીવ. 145 તે ઉડી ગયે, પરંતુ પેલી ગળી મેહમાં મૂઢ બનેલા હંસને લાગી. તેના આઘાતથી હંસ તરફડતો રાજાની આગળ પડ્યો. તે જોઈ એક ડાહ્યો માણસ બોલી ઉઠ્યો કે–રિવામિન! કાગડેકરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું. ત્યારે બીજાએ કહ્યું કે-માઠી સંગતિનાં ફળ આમજ ભેગવવાં પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ શું કરે ? ગળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહેતું. હંસ ત્યાંથી મરી તેજ દેશના જંગલમાં હરિણીની કુક્ષિમાં દુધ પીતે તે તેની સાથે ભમવા લાગ્યા. અનુક્રમે વય વધતાં જુવાન થઇ તે હરણના ટેળા સાથે જંગલમાં ફરવા લાગ્યો. ઘાસ તથા જળથી સંતુષ્ટ થઈ તે સુખે કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખત સુનન્દાએ રાજાને કહ્યું કે તમે જયારે શિકાર કરવા જંગલમાં જાઓ છો ત્યારે ચપળ ગતિવાળા તથા મનુષ્યની ઉપર દષ્ટિ પડતાં તે દેડી જતા હરણને વશ કરી કેવી રીતે મારે છો?' રાજાએ કહ્યું કે–પ્રિયે! ગાયનમાં અતિ કુશળ માણસેને લઈને ગાઢ વનમાં અમે જઈએ છીએ. ત્યાં સેવકે વૃક્ષની નીચે ઉભા રહી, મધુર સ્વરે ગાયને ગાય છે. તે રાગોની મૂછના વિગેરે સાંભળી રાગમાં અંધ બની જઈ હરણે ખેંચાઈ આવે છે. ટેડી, સારંગવિગેરે રાગમાં મદમસ્ત થઈ નિર્ભય બની જઈ એકતાનવાળા તેઓ ગાયકની નજીક એટલા બધા આવી જાય છે સુખેથી તેમને પકડી શકાય છે. બીજા સેવકે જરા દૂર જઈ જાડા દેરાવાળી મટી જાળી વનની ચારે બાજુ બાંધી લે છે. આટલું થયા પછી ગાયકે ગાયને બંધ કરી દે છે, તેઓ પાછા પલાયન