________________ 144 ધન્યકુમાર ચરિત્ર. આવવાથી તે ખુશ ખુશ થઈ આમ તેમ ભમવા લાગે અને ઉંચા સાદે અવાજ કરવા લાગે. અશુભ નામ કર્મોદયથી તેને અવાજ એટલે કર્કશ હતું કે તેથી રાજાને રંગમાં ભંગ પડવા લાગે; આથી રાજાએ સેવકને કહ્યું કે “અરે મૂળે ! આવા સમયમાં સંગીતમાં આપણને વિઘ કરનાર આ પક્ષીને તમે ઉડાડતા કેમ નથી?” રાજાના હુકમથી સેવકોએ તે કાગડાને ઉડાડ્યો, પરંતુ તે તે ફરી ફરી ત્યાંને ત્યાં આવી અવાજ કરવા લાગ્યું. આમ ત્રણ ચાર વાર ઉડાડવા છતાં મહામહને વશ થવાથી તે પાછો આવતો અટક્યો નહિ, એટલે રાજાએ ગુસ્સે થઈને તેને ગોળી મારવાથી તે હણાઈને જમીન ઉપર પડ્યો. ત્યાંથી એવી તેજ નગરના ઉદ્યાનમાં હંસપણે ઉત્પન્ન થયે. અનુક્રમે વધત, સરોવર તથા વૃક્ષમાં યથેચ્છ વિહાર કરતા તે પિતાને સમય વિતાવવા લાગ્યું. એક વખતે ગ્રીષ્મઋતુમાં તે દંપતી પાણના સિંચનથી શીતળ કરેલી ઘીચ ઝાડીમાં પૂર્ણ છાયાને લીધે તાપ દૂર થયેલ હોવાથી આનંદ આપતા પ્રદેશમાં એક વડવૃક્ષની નીચે બેઠા હતા આગળ ગાનારાઓ અનેક રસથી ભરપૂર ગાયને તથા આલાપ છેડી રહ્યા હતા. આવા સમયે રૂપસેનને જીવ હંસ ભમતે ભમતે જે તે ઝાડની ડાળી ઉપર આવી ચડ્યો કે તરત જ તેની દષ્ટિ પાછી સુનન્દા ઉપર પડી; વળી મેહ ઉત્પન્ન થતાં તેના મેઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામું જોઈ રહ્યો. તે સમયે એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આગળ આવી હંસ પાસે બેઠે. તે કાગડો રાજાના સુંદર સફેદ વસ્ત્રો જોઈ તેના ઉપર ચરક્યો, તેથી ગુસ્સે થઈ રાજાએ બંદુક લઈ જેવી ગળી છોડી કે તરજ ચેતી જઈ તેલુગે કાગડે