________________ 132 ધન્યકુમાર ચરિત્ર. રૂપ, ધન, યૌવન તથા હશિયારીથી ગવેણ તે કુમાર સખીને શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગે કેસ્ત્રી પુરૂષના નામ માત્રથી ગુસ્સે થતી તે પિતાની મેળે જ મારા ઉપર આટલી આસક્ત થઈ છે. તે પછી તેને ત્યાગ તે કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય? આ પ્રમાણે વિચારીને તેણીને કહ્યું કે હે સુડ્યું! જે તેણને ખરેખર મારા ઉપર આવો પ્રેમ છે, તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રીતિ રાખવી જોઈએ. જેટલી તેણીની આતુરતા છે, તેટલી જ મારી પણ છે તેમ સમજજો. આજથી હમેશાં છેવટ એકવાર તે જરૂર અહીં આવી જઈને હું દષ્ટિ મેળાપ કરીશ.” આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે તે દાસીને કલ આપે. સખીએ કુમારનું વચન લઇને સુનન્દા પાસે જઈ સર્વ બીના કહી બતાવી. તે સાંભળી સુનન્દા હર્ષસાગરમાં ડોલવા લાગી. તે દિવસથી કુમાર હમેશાં ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગે; સુનન્દા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તી બનાવેલા કટાક્ષરૂપી તીરેથી કુમારના કમળ જેવા કોમળ શરીરને વ્યધા ઉપજાવવા લાગી. તે પણ મેહથી આમાંજ સર્વ સુખ સમાયેલું છે તેમ માનતે ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સ્મરણ કરતે દિવસે પસાર કરવા લાગે. થોડા દિવસ ગયા પછી કમુદિ મહત્સવનો દિવસ આવી પહોંચતાં રાજાએ આખા નગરમાં ઢેલ ટીપા કે– લેકે ! અમુક દિવસે શરદપુનમને મહત્સવ છે. તે દિવસે જેના શરીરમાં ખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હૈય તેવા સર્વ લેકેએ નગરની બ