________________ ચતુર્થ પલવ. જેણે ચંદ્ર નથી જોયે તેવી કમલિનીને અવતાર નિરર્થક ગયો. આ કાર્ધ વાંચીને પિતાની ચતુરાઈ દેખાડવા તેણે તેને ઉત્તર તેની નીચે લખીને તે ચીઠી પાછી આપી. સખીએ તે ચીઠી ઘરે આવી સુનન્દાને આપી. તેણીએ વાંચ્યું કે - उत्पत्तिरिन्दोरपि निष्फलैव, दृष्ट्वा विनिद्रा नलिनी न येन / જેણે કુમુદને વિકસિત કર્યું નથી અર્થાત જેને જોઇને નલિની વિકોવર થઈ નથી, તેવા ચંદ્રની ઉત્પત્તિ પણ નિષ્ફળ છે. આ પ્રમાણેને બરાબર જવાબ જોઈને તેને પ્રેમ અતિશય વૃદ્ધિ પામ્યું. કુમારીએ સખીને કહ્યું કે જેવું ધાર્યું હતું તેવાજ નિપુણ જણાય છે. હવે તું ત્યાં જઈ પ્રીતિલતાના બીજ જેવું આ બીડું તેને આપીને મારી વતી વિનંતિ કરે છે કે –“તમારે હમેશાં મને જરૂર દર્શન દેવા, નહિ ઘો ત્યાં સુધી હું ભેજન કરીશ નહિ, માટે તમારે જરૂર આવવું.” સખીએ ફરીને કુમાર પાસે જઈ આંખની ઈસારતથી તેને એકાંતમાં લાવીને કોઈ જાણે કે સાંભળે નહિ તેવી રીતે સમાચાર કહ્યા. તે પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તે બનાવ સાંભળીને કહેવા લાગે કે–હિસુંદર ભ્રમરવાળી સ્ત્રી !તે તે પુરૂષને ધિક્કારનારી છે, એમ વાત ચાલે છે, તે પછી મારા ઉપર તેને આ ગાઢ પ્રેમ કેમ સંભવી શકે?' તેણુએ કહ્યું કે–હિ શેઠજી! તમારા દર્શન માત્રથી જેમ પાણીમાં માછલી ડુબે તેમ તમારા પ્રેમમાં તે ડુબી ગઈ છે, અને તમારું ધ્યાન ધરતી સતી તેની તેજ વાતે કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી. તેણીએ છેવટ એક વાર પણ તમારા દર્શન આપવાને કે મને આપે.