________________ 102 ધન્યકુમાર ચરિત્ર. हस्ती स्थूलतनुः म चाऽशवशः किं हस्तिमानोऽशो, दीप प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमानं तमः / वजेणापि हताः पतन्ति गिरयः किं वज्रमात्रो गिरिस्तेजो यस्य विराजते म बलवान् स्थूलेषु कः प्रत्ययः // 2 “હસ્તી મેટા શરીરવાળે છતાં અંકુશને વશ થાય છે, તેથી શું અંકુશ હસ્તી જેવડું હોય છે? નાને સરખો દી મહા અંધકારને નાશ કરે છે, તે અંધકાર તથા દી શું સરખા હેય છે? વા જેવી ચીજથી મેટા પર્વત પડી જાય છે, તે વા શું પર્વત ' જેવડું હોય છે? માટે જેનામાં તેજ હેય તે લધુ છતાં બળવાન છે, એમાં કદનું કારણ નથી. માટે જ ધન્યકુમાર નાને છતાં કુળને ઉિજાળનાર થે, ત્યારે તેના ત્રણ ભાઈઓ શરીર તથા વયમાં સ્થૂળ હોવા છતાં કાંઈ કરી શકે તેવા નથી. ફક્ત ધન્યકુમારની કૃપાથી જ તેઓ પેટનું પૂરું કરે છે” શહેરીઓનાં આવાં વચને સાંભળીને હિમથી જેમ નવા અંકુરા બળી જાય તેમ અદેખાઈથી સળગી જતા તે ત્રણે ભાઈઓ કરપણે વિચારવા લાગ્યા કે—ધન્યકુમાર જીવતું રહેશે ત્યાં સુધી આપણો ભાવ કઈ પૂછે તેમ લાગતું નથી. સૂર્ય પૂર્ણ જેસમાં ઝળહળતું હોય ત્યારે અથવા સૂર્યને ઉદય થતું હોય ત્યારે તારાઓનું તેજ ટકી શકે ખરૂં? આ બાબતમાં આપણે ભાઈ ધારીને તેની ઉપેક્ષા કરવી તે ઠીક લાગતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિને ઉવેખી મૂકવાથી તે આપણને દુઃખી કર્યા વિના રહે ખરે? માટે હવે તે દયાને એક બાજુએ મૂકીને જો આને નાશ કરશું તેજ આપણા તેજની કિંમત થશે. દી પણ વાટ. સ કરવાથી જ દીપી નિકળે છે. આ પ્રમાણે અંદર અંદર વિચાર