________________ 100 ધન્યકુમાર ચરિત્ર. સમજમાં જે વાત ન આવી તે વાત પિતાની દક્ષતાથી ધન્યકુમાર સહજમાં સમજી ગયે. માટે આ ગામમાં રહેતા શહેરીઓમાં ધન્યકુમારજ પ્રશંસાને ગ્ય છે. એની જેવા માણસથી જ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે. આ પ્રમાણે બહુ વખાણ કરી, વસ્ત્ર તથા અલંકારથી તેને સત્કાર કરી વધારામાં કહ્યું કે હે ધન્ય! તારે આજથી હમેશાં રાજસભામાં આવવું. તારી જેવા સપુરૂષથી જ મારી સભાની શોભા છે.” પછી રાજાએ મંત્રી સામન્ત વિગેરેને હુકમ કરી દીધું કે મારી સભામાં તમારે સર્વેએ સાચા ખેટાને ન્યાય કરવામાં કુશળ, બુદ્ધિના ભંડાર ધન્યકુમારને મત પૂછી કે તેની આશાને અનુકૂળ કાર્ય કરવું. આ પ્રમાણે કહ્યા પછી તેણે ધન્યકુમારને વિદાય કર્યો. રાજાએ આપેલ વસ્ત્ર તથા અલંકાર સજીને, ધન્યકુમાર રાજોને પ્રણામ કરી, તેણે આપેલ વાહનમાં બેસી ઘર તરફ જવા નીકળ્યા. ઢેલ વગાડનારા, ધજાવાળા તથા ભાટચારણ વિગેરેને રાજાએ આજ્ઞા કરી દીધી કે–તમારે હમેશાં ધન્યકુમારને આડબરપૂર્વક સભામાંથી લઈ જવા તથા લાવવામાં સાવધાન રહેવું. પછી રાજાએ આજ્ઞા કરેલ ઠાઠમાઠ સહિત બજારમાં થઈ, ઘરે છે આવીને તેણે પિતાને નમસ્કાર કર્યા. પિતા તેને મળેલ રાજ્યમાનની વાત સાંભળી રાજી થયા. જ મેટા ભાઈઓ તે તેની ઈર્ષ્યાથી ગાંડા જેવા બની ગયા. આખા ગામમાં મેટા મેટા ન્યાય જાણવાવાળા વિદ્વાને તરફથી મળતા માનને લીધે, પુણ્યના તેજથી યશ તથા કીર્તિને પ્રભાવે તે મિત્રો ઉપરના અસાધારણ પ્રેમને લીધે તેના શત્રુઓ લગજગ કેઈજ રહ્યા નહિ. રાજની કૃપાને પાત્ર બનેલ તથા પ્રધાન