________________ ચતુર્થ પલ્લવ. સેવકો સાથે ધન્યકુમાર અસાધારણ ભેટ લઇને રાજા પાસે ગયા. ત્રણે મેટા ભાઇઓ રાજાના આમંત્રણની વાત સાંભળીને અંદર અંદર બોલવા લાગ્યા કે –“જોયું કીડી ભેગું કરે અને ભેરીંગ ભેગે' એવી જે લેકમાં કહેવત ચાલે છે તે કેવી સાચી પડી? આપણા ભાઇશ્રીએ કાળાધોળા કરીને અહિં હિંથી (ધન ભેગું કર્યું, પરંતુ હવે આગલુ પાછલું સર્વ દ્રવ્ય રાજજી એક સપાટ ઘસડી જશે. આના પાપે આપણું ધન પણ નાશ પામશે ! આમ છતાં બાપા તે ધન્યકુમારના ગુણજ ગાયા કરે છે.” (આ સાંભળી વચલે ભાઈ બેલી ઉઠ્યો કે કઈ આંધળે માથું ફેડ્યા વિના ઠેકાણે આવ્યું હોય તેવું સાંભળ્યું છે ખરું ? પિતાજી મેહમાં અંધ બની જઈને કશું સમજતા નથી, પણ કાંઈ નહિ, એ તે હવે બધું સમજાશે.” ( ધન્યકુમાર રાજસભામાં જઈને, રાજા પાસે ભેટ મૂકી, નમસ્કાર કરી તેમના હુકમથી એક આસન ઉપર બેઠા. રાજા પણ રૂપ, વય તથા ચતુરાઈથી ભરપૂર, ભાગ્યશાળી ધન્ય કુમારને જોઈને પ્રસન્ન ચિત્તે કહેવા લાગ્યા કે—હેધન્યકુમાર! સુખમાં તે છે ને? :/ધન્યકુમારે કહ્યું કે આપના પ્રતાપે કુશળ છું, કુશળતાનું કારણ રાજાજ છે. માતા પિતા તે ફકત જન્મ આપનાર છે, પરંતુ બધા સંસારના સુખે તે રાજાને લઇનેજ મળે છે. મારા મહાભાગ્ય કે આજે આપ મહારાજે પોતે મટી કૃપા કરી મને સંભાર્યો. મારા સુખમાં સુખ ભળ્યું અને હવે તે તેમાં કાંઈ ન્યૂનતા પણ ન રહી.” ધન્યકુમારના આવા ઉત્તમ શબ્દથી સંતુષ્ટ થઈ રાજાએ કહ્યું કે_ધન્ય! પેલા વહાણુમાંની વેચવાની ચીજોમાંથી તે કઈ બાગ લીધે કે નહિ ? તેણે જવાબ આપે છે–મહારાજ આપની 13