________________ 96 ઘન્યકુમાર ચરિત્ર અને તે વાત કોઈને કહેતે પણ નથી. તે તેજમતૃરિકા તે આ પની જેવાના કેડારમાં શોભે, માટે તે મંગાવી લઈને આપના કોઠારમાં ભરી દેશે તો જ તે ધુતારાને યોગ્ય શિક્ષા મળશે.” આ પ્રમાણેની તે ચાડિઆની વાત સાંભળીને નીતિપ્રિય રાજાએ વિચાર્યું કે-“મેં જ્યારે વહાણની ચીજો બધા મેટા વેપારીઓને આપી, ત્યારે કહ્યું હતું કે–જે કિંમત ગામમાં ઉપજતી હોય તે મૂલ્ય તમારે મને આપવું. હવે એવી રીતે મારે થુંક્યું ગળવું તે કાંઈ ગ્ય ન ગણાય, પણ આ વાત તે આશ્ચર્ય ઉપજાવે તેવી છે કે, અતિ નિપુણ વસ્તુના ગુણદોષ સમજવામાં કુશળ બની / ગયેલા, જુદા જુદા દેશમાં ઉપજતી ચીજોના જ્ઞાનવાળા અને , લેવડદેવડમાં પ્રવીણ, પાકી ઉમરના વેપારીઓ પાસે ધન્યકુમાર જે બાળક શી ગણતરીમાં? એનામાં હજુ પીઢતા શી હોય કે તે બિચારે આવા વર્ષના ખાધેલા મેટા વેપારીઓને છેતરી શકે? વળી આવા ચાડિઆ માણસેને વિશ્વાસ પણ શે? માટે આ વાત તે ઘન્યકુમારને બેલાવીને જ પૂછવી તે વધારે યોગ્ય છે.” ( આમ વિચારીને રાજાએ ધન્યમારને બોલાવા માટે માણસે 2 મેકલ્યા. તેઓ ત્યાં જઈ ધનસારને કહેવા લાગ્યા કે મહારાજા 8 આપના પુત્ર ધન્યકુમારને બોલાવે છે. ધનસારે ચિંતાપૂર્વક પુત્રને કહ્યું કે–“રાજા તને બોલાવે છે. ધન્યકુમારે કહ્યું કે--“મહાભાગ્યની વાત, બહુ સારું થયું. મોટા ભાગ્ય હોય તે જ રાજાને મળવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, કેટલાંકને તે રાજાને મેળાપ કરવાને માટે - પ્રપંચો કરવા પડે છે અને મને તેરીએ પતેજ બેલા છે. Aઆપની કૃપાથી સર્વ સારાવાના થશે, આપે કાંઈ પણ શંકા લાવ'વાની જરૂર નથી. આ પ્રમાણે કહી વસ્ત્ર તથા અલંકાર સજીને