________________ પ્રસ્તાવના. બહુ સાદી અને સરલ રાખવામાં આવી છે, તેમજ દરેક વાંચનારને આનંદ ઉપજે અને વાંચતાં કંટાળો ન આવે તેટલા માટે ખાસ મોટા ટાઈપમાં છપાવીને આ બુક બહાર પાડવામાં આવેલ છે: જે બંધુને આ ગ્રંથનું ભાષાંતર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું તે બંધુના સ્મારક તરીકે જ આ ગ્રંથ બહાર પાડવામાં આવ્યું છે તે કુદરતની વિચિત્રતા–દૈવની અજાયબીને એક ખેલ છે. આ બંધુને જન્મ અત્રેના સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીવર્ય શા. આણંદજી પુરૂષોત્તમના કુટુંબમાં તેમના પુત્ર શા. ગીરધરલાલ આણંદજીને ઘેર સંવત 151 ની સાલમાં થયેલ હતું. બાળપણથીજ તદ્દન સરલ સ્વભાવને, ધર્મચુસ્ત, ભદ્રક પરિણામી, સર્વનું કાર્ય કરવામાં તત્પર, સર્વને સહાય કરવા ઈચ્છનાર એવા એવા અનેક ઉત્તમ ગુણ ધરાવનાર આ બંધુ હતું, છેવટ સુધી તે અભ્યાસ કરતો હતો. તેને ધાર્મિક અભ્યાસ પણ બહુ સુંદર હતું, ધમ ઉપર દ્રઢ શ્રદ્ધા હતી અને પ્રતિદિન નવસ્મરણનું પઠન કરવામાં તલ્લીન હતું. તેને સ્વભાવ હસમુખ અને ઉદાર હતે. કેઈકજ વખત ગમગીની તેને સ્પર્શી શકતી, બાકી આનંદ અને કાર્યતત્પરતા તે તેના સ્વાભાવિક ગુણ હતા. બાળપણમાં અભ્યાસ કરશે કે નહિ? તેવી મંદ બુદ્ધિ દેખાડનાર આ બંધુ ક્રમે ક્રમે અભ્યાસમાં અને વય સાથે બુદ્ધિમાં વૃદ્ધિ પામ્યું અને બી, એ. સુધીની એક પણ પરીક્ષામાં તેણે નાસીપાસી મેળવી નહતી, સતત બધી પરીક્ષાઓ પસાર કરી હતી, પ્રાંતે એલ, એલ, બી. ની પરીક્ષાના બે દિવસ ગયા પછી ત્રીજે દિવસે તેના શરીરમાં વરે પ્રવેશ કર્યો, પરીક્ષા અધુરી રહી, તાવ ન્યુમનીઆના (કાળ જવરના રૂપમાં ફેરવાઈ ગયા, અને અચાનક ચાર દિવસના વ્યાધિમાં સં. 1975 ના કાર્તિક સુદિ 1 મે નવા વર્ષના પ્રથમ દિવસેજ રાત્રે સાડા દશ વાગે મુંબઈમાં સર્વને જેના સપાટામાં અવશ્ય આવવાનું છે તેવા ક્રૂર કાળના સપાટામાં સપડાઈ ગયે. આ ખેદકારક સમાચારે ઘણાના હૃદય દુહવ્યા, ઘણાને અશ્રુ - ડાવ્યા અને ઘણાનાં મન સંસાર ઉપસ્થી ઉતિ કરાવ્યા. આવો ભોળોનિષ્કપટી, સરલ હદયી, એકાંત આનંદ કરાવનાર, સર્વદા