________________ પ્રકરણ લખવું આવ્યું. “જૈનો અને તેમનું સાહિત્ય” એ નામના આ લેખમાં મોહનભાઈને પૃષ્ઠમર્યાદાને કારણે ઘણી સંકડાશ અનુભવવી પડી - મધ્યકાલીન સાહિત્યનો વારો આવે તે પહેલાં જ 56 પાનાં થઈ ગયાં અને જેને માટે લખવાનું હતું તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ગૌણ કરી નાખવું પડ્યું, માત્ર નામનિર્દેશથી ચલાવવું પડ્યું ને શતકવાર જૈન કવિઓનાં કાવ્યોના નમૂનાઓ તૈયાર કરેલા તે બાદ કરવા પડ્યા. આમ છતાં “મધ્યકાળનો સાહિત્યપ્રવાહ' એ ગ્રંથમાં મુકાયેલા આ લેખે ઘણા વિદ્વાનોનું સારું ધ્યાન ખેંચેલું. આ પછી મોહનભાઈએ આ લેખ એના યોગ્ય સ્વરૂપમાં જૈન ગૂર્જર કવિઓ'ના બીજા ભાગની પ્રસ્તાવના તરીકે મૂકવાનું વિચાર્યું. દરમ્યાન એમાં આગમસાહિત્યનો ઈતિહાસ ઉમેરવાનું સૂચન આવ્યું. ૧૯૨૮માં ભારે પરિશ્રમપૂર્વક એ ભાગ તૈયાર કરી પ્રેસમાં પણ સામગ્રી મોકલવા માંડી, જૈન ગૂર્જર કવિઓ'નો ભાગ બીજો છપાઈ રહ્યો હતો તેનું પ્રકાશન અટકાવ્યું. પરંતુ 1930 સુધીમાં આ લેખમાં હીરવિજયસૂરિ સુધી પહોંચતાં જ પ૬૦ પાનાં થઈ જવાથી એનો જુદો ગ્રંથ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જે ૧૯૩૩માં પ્રકાશિત થયો. વચ્ચે બાળપુત્રે લગાડેલી નાનકડી આગમાં ઘણી નોંધો બળી ગઈ હતી તે ફરીને તૈયાર કરવી પડી હતી. મોહનભાઈએ પોતે સ્પષ્ટતા કરી છે કે આ ગ્રંથને એક સંગ્રહગ્રંથ એટલેકે સમયાનુક્રમમાં કૃતિઓ, કર્તાઓ વગેરેના કોશ તરીકે પ્રકટ કરવાની મર્યાદા સ્વીકારવી પડી છે. એ સ્વરૂપને લક્ષમાં રાખી બની શકે તેટલી વિષયમાહિતી ને ટૂંક ચર્ચા દાખલ કરી છે પણ સાહિત્યની સિલસિલાબંધ તપાસ ને સર્વ મુદ્રિત ગ્રંથોની વિષયમાહિતી ને સમીક્ષા આપી શકાઈ નથી. એટલે જ તો એ “સંક્ષિપ્ત' તરીકે ઓળખાવાયેલો છે. આમ છતાં મોહનભાઈએ એટલાં બધાં સાધનોનો ઉપયોગ કર્યો છે કે આ ગ્રંથ કેવળ “કોશ' રહી શક્યો નથી, એમાં ઘણી ઐતિહાસિક ને ચરિત્રાત્મક માહિતી આમેજ થઈ છે - મહત્ત્વની વ્યક્તિઓ પરત્વે તો ઘણી વિસ્તૃત, તથા ઘણી વાતો પહેલી વાર પ્રકાશમાં આવી છે. છેલ્લાં પ્રકરણોમાં જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો, તેની સંસ્થાઓ, તીર્થો વગેરે વિશે કેટલીક પ્રાથમિક માહિતી અને પોતાના વિચારો