________________ વિરલ વિદ્ધભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા તેથી એવી સામગ્રી એમનાં પત્રોમાં ઘણી આવતી. લોકો એમને જૂના ચોપડા ઉખેળનાર અને ઉકેલનાર ગણતા તથા ફરિયાદ કરતા કે “તમે “હેરલ્ડ' અને “જૈનયુગમાં આ બધું નકામું શું ભરી રહ્યા છો ?" તે વખતે આવી ફરિયાદ થતી પણ “હવે” પંડિત સુખલાલજી કહે છે કે “સૌને સમજાય તેવું છે કે મોહનભાઈનું પ્રવૃત્તિક્ષેત્ર અને કામ વિદ્વાનોને કેટલું ઉપયોગી છે અને તેનું મૂલ્ય કેટલું સ્થાયી છે !" જોકે આવી સ્થાયી મૂલ્ય ધરાવતી સામગ્રીવાળાં હેરલ્ડ' અને “જૈનયુગ”ની અખંડ, પૂરી ફાઇલો ક્યાંય સચવાયેલી નથી એ એક દુઃખદ વિષમતા છે. તંત્રીધર્મની દ્વિધા અને મૂંઝવણ કૉન્ફરન્સ જેવી કોઈ ધાર્મિક સમાજનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાનું મુખપત્ર ચલાવવાનું કામ મોહનભાઈ જેવા નવા વિચારોથી પ્રેરાયેલ માણસને માટે કપરું બને જ. એમને કેટલીક તડજોડ કરવી પડે જે એમને ન રુચે અને એમને શંકા જાય કે પોતે જે શ્રમ લઈ રહ્યા છે એ સાર્થક છે કે કેમ. મોહનભાઈએ પણ આવી દ્વિધાઓ અને મૂંઝવણો અનુભવી છે અને એનું નિખાલસ ચિત્ર એમણે “હેરલ્ડ' છોડતી વેળા (જાન્યુ.-ફેબ્રુ. 1919) આપ્યું છે : “આ માસિક કૉન્ફરન્સનું મુખપત્ર હોઈ તેને ચલાવવામાં જોકે કૉન્ફરન્સના આધારભૂત એવા આખા સંઘના મોટા ભાગની વૃત્તિઓ જાળવી ન શકાય તોપણ તેની સાથે તેને ક્ષોભ પણ ન પમાડી શકાય. આથી આ માસિક ચલાવવાનું કાર્ય મારે માટે કેટલું વિકટ હતું તે સહેલાઈથી સમજી શકાય તેમ છે. સત્ય નીડરપણે જણાવવામાં અપ્રિયતા વહોરવાનો સમય આવે છે છતાં “સત્યમેવ જયતે” એ લક્ષમાં રાખી “સત્યાન્ન પ્રમાદિતવ્યમ્' એ સૂત્ર ઈષ્ટ છે એમ ગણી મેં તંત્રીનું પદ સ્વીકાર્યું હતું અને (1) હવે મને મારા અનેક વ્યવસાયોમાં અવકાશ રહેતો નથી. (2) તંત્રીની જગાએ રહી અનેક જાતના વિચારોની ચિંતા સ્વાભાવિક રીતે કરવી પડે તે પોષાઈ શકતું નથી. (3) સમાજની હાલની સ્થિતિ જોતાં ઘણી વખત સત્ય પોકાર કરવો એ અરણ્યરુદન સમાન જણાય છે. (4) તંત્રી તરીકે નાનાનાના લેખો કે પ્રાસંગિક નોંધો લખવામાં કાળ અને શક્તિનો વ્યય કરવા કરતાં એક