________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા આ થયું કૉન્ફરન્સ જેવી સંસ્થા દ્વારા સમાજસેવાના એક મહાન યજ્ઞમાં મોહનભાઈએ કેવો ફાળો આપ્યો હતો એનું દિગ્દર્શન. અન્ય પ્રસંગો જાહેરજીવનના બીજા ઘણા પ્રસંગોએ પણ મોહનભાઈનો અભિપ્રાય માર્ગદર્શક બનેલો દેખાય છે. ઘર્મવિજયજી સીઝનમાં હતા અને હર્મન જેકોબી એમને ત્યાં મળવા જનાર હતા તેથી જૈન સાહિત્ય સંમેલન સોઝતમાં ભરવાનું વિચારાયું ત્યારે મોહનભાઈએ એવા નાના ગામમાં સાહિત્યસંમેલન ભરવામાં મુશ્કેલીઓ રહેશે અને એનો હેતુ સરશે નહીં એમ સ્પષ્ટ અભિપ્રાય આપેલો. સંમેલન, પછીથી, જોઘપુર રખાયું એમાં મોહનભાઈ જેવાના દૃષ્ટિબિંદુનો સ્વીકાર હતો. આ સંમેલનને સફળ બનાવવા મોહનભાઈ કેટલાક ઠરાવોની ભલામણ પણ કરે છે - એ દ્વારા કરવા યોગ્ય કામોનું સૂચન કરે છે. સનિષ્ઠા, સ્વસ્થતા અને નિષ્કામતા એ મોહનભાઈની જાહેર સેવાનાં અત્યંત નોંધપાત્ર લક્ષણો છે. (ખ) પત્રકારત્વ સેવાધર્મ મોહનભાઈએ કોઈ અંગત મહત્ત્વાકાંક્ષાથી નહીં પણ સેવાધર્મના એક ભાગ તરીકે જ પત્રકાર તરીકેની જવાબદારીનો સ્વીકાર કરેલો. 1912 એપ્રિલથી એમને “હેરલ્ડ'નું તંત્રીત્વ સ્વીકારવાનું થયું તે વસ્તુતઃ એમણે સામે ચાલીને મેળવેલી વસ્તુ નહોતી, એમના પર આવી પડેલી વસ્તુ હતી. આ પત્ર માટે જૈન ગ્રેજ્યુએટ એસોસિએશન પર મદાર રાખવામાં આવેલો પરંતુ એના સભ્યોનો ખાસ સહકાર ન મળ્યો અને “ગ્રેજ્યુએટ એસોસિએશનના સેક્રેટરીને ઓનરરી તંત્રી તરીકે રહેવા ખાસ દબાણથી કહેવામાં આવ્યું હતું, જે તેમણે કેટલીક શરતોથી કબૂલ રાખ્યું હતું. પણ કોઈ અવાચ્ય કારણથી ઍડવાઈઝરી બૉર્ડમાં પસાર ન થતાં એમ ને એમ ચલાવવાનો ઠરાવ કાયમ રખાયો. આમ ચાલતાં પાછી એ વાર્તા ઉપસ્થિત થઈ કે “હેરલ્ડને મૃત કરવું યા સજીવન રાખવું તો સારા સુધારા પર મૂકીને રાખવું. આ વખતે છેવટે હાલના તંત્રી પર અમુક દબાણ સાથે આ પત્રનું તંત્રીત્વ આવી પડ્યું. તેણે તે કામચલાઉ અમુક શરતોએ અને ઓનરરી તંત્રી તરીકે સ્વીકાર્યું.” (હરલ્ડ,